એકતા કપૂર એ કસોટીની બીજી સીરિઝ એટલે લોન્ચ કરી કારણે કે આ સિરિયલની લોકપ્રિયતા એટલી છે કે આજે પણ લોકોને પ્રેરણા અને અનુરાગની પ્રેમકથાને યાદ કરે છે. આ કહાનીમાં ખલનાયિકા એટલે કોમોલિકા અનુરાગ અને પ્રેરણા જિંદગીમાં હમેશા કસોટી લાવે છે. ત્યારે હવે કોમોલિકાના અંત બાદ હવે અનુરાગ અને પ્રેરણા વચ્ચે બજાજ આવી રહ્યો છે. સ્ટાર પલ્સ કાલે જ કસોટીનો એક નવો પ્રોમો લોન્ચ કર્યો છે, જેમાં મિસ્ટર બજાજની એન્ટ્રી દેખાડવામાં આવી છે, આ સાથે આ શોમાં એક નવો જ ટ્વિસ્ટ આવશે.
હાલમાં જ કસોટીમાં થી હિના ખાન વિદાય લઈ લીધી છે, ત્યારે હવે આ શોમાં એક નવો જ કિરદાર આવી રહ્યું છે જે પ્રેરણા અને અનુરાગની લાઈફને સ્પોઇલ કરવા આવી રહ્યું છે.અનુરાગ અને પ્રેરણા ફરીથી લગ્ન કરી રહ્યા છે, ત્યારે મિસ્ટર બજાજની બાસુ હાઉસમાં એન્ટ્રી થાય છે. આ સાથે હવે જોવાનું રહ્યું કે સીરિયલમાં હવે બજાજ શું કરશે અને કઈ રીતે ફરી એકવાર પ્રેરણા અને અનુરાગ અલગ થશે.
કસોટી જિદગી કી… આ સિરિયલનું નામ આવે એટલે આ સિરિયલમાં મુખ્ય પાત્રો પહેલા યાદ આવી જાય કારણ કે આ સિરિયલ એટલી લોકપ્રિય હતી આજે પણ લોકો પ્રેરણા , અનુરાગ, બજાજ , કોમોલિકા , અપર્ણા આ એવા પાત્રો છે , જેને કોઈ પણ ના ભૂલી શકે.
આ પહેલાની કસોટીમાં પણ રોનીત રોય બજાજનું પાત્ર ભજવ્યું હતું. આ વખતે કારણ સિંઘનું નામ બોલાય રહ્યું છે, આ સાથે સાથ બજાજની દીકરીની પણ એન્ટ્રી થસે.
હાલમાં થોડા દિવસો પહેલાએ એકતા કપૂરે ઇનસ્ટા પર બજાજ રોનીત રોયનો વિડીયો શેર કર્યો હતો અને આની સાથે લખ્યું હતું કે બજાજ આવી રહ્યા છે. ત્યારે ફાઇનલી હવે બજાજની એન્ટ્રીનો પ્રોમો આવી ગયો છે. હવે જોવાનું રહ્યું કે આ સિરિયલમાં શું થશે અને હવે પ્રેરણાની જિંદગીમાં બજાજ મુસીબત લાવશે કે પછી પ્રેરણાની લાઈફને બદલી નાખશે. હવે જોવાનું રહ્યું કે શું ફરી એકવાર અનુરાગ અને પ્રેરણા અલગ થશે અને અનુરાગની લાઈફમાં શું અપર્ણાની એન્ટ્રી કરી શકે છે એકતા કપૂર?
https://www.youtube.com/watch?v=NRk8rAx8Rs0
બજાજ નું પાત્ર આ સિરીયલમાં અહમ ભૂમિકા ભજવશે. મિસ્સ્ટર બજાજના આવાથી આ સિરીયલમાં એક નવો જ ટ્વિસ્ટ આવશે. હિના ખાન બાદ હવે દર્શકોને બજાજની રાહ જોઈ રહ્યા છે. કોમોલિકાના પાત્રનો અંત આવી ગયો છે, ત્યારે હવે સિરિયલમાં શું નવો ટ્વિસ્ટ આવે તે કહી ના શકાય, એકતા કપૂર બજાજ ના પાત્રને કઈ રીતે ઉપયોગી કરે તે કહી ના શકાય એ નક્કી છે કે હવે આ શોમાં ધમાકેદાર ટ્વિસ્ટ આવશે.
Also Read : મિનીકુંભ મેળાની શરૂઆત પૂર્વે સંતો-મહંતો દ્વારા થશે આ ખાસ કાર્યક્ર્મ