Junagadh News : વન-ડે વર્લ્ડકપનું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું; 46 દિવસમાં કુલ 48 મેચ રમાશે, ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં ટકરાશે.

Junagadh News
Junagadh News : વન-ડે વર્લ્ડકપનું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું, 46 દિવસમાં કુલ 48 મેચ રમાશે, ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં ટકરાશે.
  • ક્રિકેટના ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા, તે ક્રિકેટના મહાકૂંભ ગણાતા વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે.
  • 46 દિવસીય ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે.
  • ભારત તેની પ્રથમ મેચ 08 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.
  • એશિયાના સૌથી મોટા હરીફ ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.
  • ફાઈનલ મેચ પણ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું શિડ્યુઅલ:

  • ભારત-ઓસ્ટ્રેલિયા- 08 ઓક્ટોબર, ચેન્નાઈ
  • ભારત-અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
  • ભારત-પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
  • ભારત-બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે
  • ભારત-ન્યુઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાલા
  • ભારત-ઇંગ્લેન્ડ – 29 ઓક્ટોબર, લખનઉ
  • ભારત-ક્વોલિફાયર-2 – 02 નવેમ્બર, મુંબઇ
  • ભારત-દક્ષિણ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાતા
  • ભારત-ક્વોલિફાયર-1 – 11 નવેમ્બર, બેંગલુરુ