Junagadh News : શ્રી ગ્રામોદ્યોગ મંદિર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 165 જેટલા વૃક્ષોનું ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું.

Junagadh New
“શ્રી ગ્રામોદ્યોગ મંદિર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 165 જેટલા વૃક્ષોનું ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું.”
  • શાળાએ આવવાનાં રસ્તાની બંને બાજુએ ખાલી પડેલી જગ્યામાં શાળાના ઇકો ક્લબ દ્વારા કક્ષા 6 થી 8 નાં 98 બાળકો દ્વારા 165 જેટલા વૃક્ષોનું ઘનિષ્ઠ પદ્ધતિથી રોપણ કરવામાં આવ્યું.
  • વૃક્ષોનું જતન અને જાળવણી કરવી એ વિદ્યાર્થીઓએ પોતાની જ જવાબદારી સમજીને રોપેલા વૃક્ષોને પોતાની જ પાણીની બોટલથી પાણી આપવાની પ્રતિજ્ઞા લીધી.
  • વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ પૂર્ણ કરીને ગયા પછી પણ શાળામાં પોતાની યાદગીરી કાયમ અમર રાખીને જશે.
  • ઇકો ક્લબના નોડલ શિક્ષક ડો.પૂર્ણાશુંભાઈ દુધાત્રા એ સૂચવ્યું હતું કે, ” સામાન્ય રીતે બે વૃક્ષો વચ્ચેનું અંતર 8 થી 10 ફૂટ સુધીનું હોય છે,પરંતુ આ વૃક્ષારોપણની પદ્ધતિ મીયાવાકી પદ્ધતિ છે.
  • આ પદ્ધતિ જાપાનીઝ બોટનિસ્ટ અરિકા મીયાવાકી દ્વારા પ્રેરિત છે.જેમાં વૃક્ષોનું વાવેતર 3 થી 3.5 ફૂટના અંતરે કરવામાં આવે છે.
  • વિદ્યાર્થીમાં નાનપણથી જ પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
  • વિદ્યાર્થીઓ દ્વારા ‘ઇકો બ્રિક્સ’ બનાવી પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવામાં આવે છે,ઉપરાંત પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં વિદ્યાર્થીઓને વન્યજીવ અને વન્યસૃષ્ટિ અંગે જ્ઞાન આપવામાં આવે છે.
  • વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.

 

Junagadh New Junagadh New