Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લાં પાંચ દિવસમાં જીરૂનાં ભાવમાં તોફાની ઉછાળો; એક મણનાં ભાવ રૂ.11,680 નોંધાયા.

Junagadh News

Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લાં પાંચ દિવસમાં જીરૂનાં ભાવમાં તોફાની ઉછાળો; એક મણનાં ભાવ રૂ.11,680 નોંધાયા.

  • છેલ્લાં કેટલાંક દિવસોથી જીરૂનાં ભાવમાં વધારાની સ્થિતિ સામાન્ય જનતા માટે ચિંતાજનક બની છે.
    ત્યારે, ગઇકાલે ફરી એક વખત જીરૂનાં ભાવમાં વધારો નોંધાયો છે.
  • જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે એક મણ જીરૂનો ભાવ રૂ.11,680 બોલાયો છે, છેલ્લાં પાંચ દિવસમાં 2 હજાર રૂપિયાથી વધારે ઉછાળો થયો છે.
  • આ ઉપરાંત યાર્ડ ખાતે તલની આવક 1700 ક્વિન્ટલ થતાં યાર્ડ તલથી ઉભરાયું હતું.
  • જ્યારે સોયાબીનની સરેરાશ આવક 1500 ક્વિન્ટલ થઈ હતી.
  • ખેતરમાં વાવણી કર્યા બાદ જગતનાં તાત હવે જણસીઓની વહેંચણી કરી રહ્યા છે.
  • આમ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીની આવક સારી થતાં તેના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

Also Read : Junagadh News : જૂનાગઢ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન રૂ.2.15 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો સાથે 30 શખ્સોની ધરપકડ કરી છે.