10 કલાકમાં ફરી નોંધાયા 104 કોરોના નવા કેસ અને 5 મૃત્યુ…આજ સાંજે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ

આજે સવારે સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ માત્ર 10 કલાકમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓમાં નવા 104 કેસોનો ઉમેરો થયો છે. આ સાથે જ અહીં આપેલા ગુજરાત અને ભારતના કોરોનાના બીજા આંકડાઓ વિશે માહિતી મેળવીએ.

કોરોના

 ભારતના કોરોના સંબંધિત આંકડાઓ :

  • તારીખ: 18મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 14,792 (જેમાં 12,289 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 2,015
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 488

આજે સવારથી માંડીને 10 કલાક સુધીમાં ફરી નવા 104 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે અને 65 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી તો સાથે જ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓનું નિધન થયું હતું. ગુજરાતમાં કોરોનાનો આંકડો હવે 1,300ને વટી ચુક્યો છે. જેથી કહી શકાય કે, બીજા રાજ્યોની માફક ગુજરાત પણ હવે કોરોના પોઝિટિવ આંકડાઓની હોડમાં આગ્રેસર રહેવા માંડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 18મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,376 (જેમાં 1,220 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 93
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 53

કોરોના

રાજ્યના હોટસ્પોટ વિસ્તારો સહિત વિવિધ જગ્યાએથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. લોકોની બેદરકારી હજી પણ ઉડીને આંખે વળગે છે. જેથી હજી પણ કેસમાં ઘટાડો થવાને બદલે વધારો જ થઈ રહ્યો છે.

Maharashtra's 1st corona victim a senior citizen Dubai returnee ...

ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.

કોરોના

Also Read : જૂનાગઢ માં પ્રથમ POPSK (પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર) નો પ્રારંભ થયો.