Junagadh News : જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે આગામી તા.10 ઓગસ્ટ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે; પ્રવેશ પરીક્ષા તા.20 જાન્યુઆરીએ યોજાશે.

Junagadh News : જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે આગામી તા.10 ઓગસ્ટ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે; પ્રવેશ પરીક્ષા તા.20 જાન્યુઆરીએ યોજાશે.

  • જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 6 માં પ્રવેશ આપવા બદલ કેટલીક વિગતો બહાર પાડવામાં આવી છે.
  • નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 6 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો આગામી તા.10 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પ્રવેશ પરીક્ષા આગામી તા.20 જાન્યુઆરી, 2024 નાં રોજ યોજાનાર છે.
  • નિયમ પ્રમાણે, ફોર્મ ભરનાર વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2023-24 દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • આ ઉપરાંત ફોર્મ ભરનાર વિદ્યાર્થી જૂનાગઢ જિલ્લાનો બોનાફાઇડ રહેવાસી હોવો જોઈએ અને તેની જન્મ તારીખ 1/5/2012 થી 31/7/2014 દરમ્યાન હોવી ફરજિયાત છે.
  • ઓનલાઇન ફોર્મ ભરવા સમયે ઉમેદવારે પોતાનો 10 KB થી 100 KB ની સાઈઝનો ફોટોગ્રાફ, સહી, વાલીની સહી અને આધારકાર્ડ, શાળા આચાર્યનાં સહી-સિક્કા સાથેનું JNVST 2024 સર્ટિફિકેટ અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાનાં રહેશે.
  • આ ઉપરાંત ઉમેદવારે કેન્દ્ર સરકારની યાદી મુજબ ઓબીસી, એસ.સી, એસ.ટી.,વગેરેનું સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે.

Also Read : Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ; તુવેર અને જીરૂનું વેંચાણ ઊંચા ભાવે થયું.