ચાલો જાણીએ રાજ્યના જિલ્લાઓમાં છેલ્લા 12 કલાકમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશે

કોરોના

કોરોના : ગઈકાલે સાંજે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં નવા 94 કોરોના પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે. આ સાથે જ 5 લોકોના મૃત્યુ પણ થાય છે, જેના કારણે મૃત્યુઆંક પણ હવે 100ની નજીક પહોંચી ગયો છે. અહીં ભારત અને ગુજરાતના કોરોના ના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ. City wise corona cases gujarat

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 22મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી 
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 19,984 (જેમાં 15,474 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 3,870
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 640

કોરોના

ગઈકાલે સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ અત્યાર સુધીમાં નવા 94 પોઝીટીવ કેસ નોંધાયા છે. સાથે જ 5 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે, તો સાથે જ 5 લોકોના દુઃખદ અવસાન થયા છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

One more in Bengaluru tests positive for coronavirus; Karnataka ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 22 મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી 
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,272 (જેમાં 2,033 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 144
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 95
કોરોના
city wise corona cases gujarat

હવે વાત કરીએ આપણા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજસુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ ભવનાથ ખાતે આઇશોલેશન સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે અને શહેરના મુખ્ય પ્રવેશસ્થાનો પર ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટીંગ બાબતે પણ તંત્ર નિર્ણાયક રીતે કામ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે હજી પણ જૂનાગઢમાં રાહતપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું છે.કોરોના

Also Read : The Marathon organized by the Lotus Sports Group in Junagadh