Junagadh News : પ્રજાસત્તાક દિવસે 20 મિનિટની કલ્ચરલ મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા જૂથો પ્રસ્તુતિ આપીને સૌરાષ્ટ્ર-ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી કરાવશે.

Junagadh News : પ્રજાસત્તાક દિવસે 20 મિનિટની કલ્ચરલ મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા જૂથો પ્રસ્તુતિ આપીને સૌરાષ્ટ્ર-ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી કરાવશે.
  • 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ જૂનાગઢ થવાની છે; ત્યારે યોજાનાર ધ્વજવંદનના કાર્યક્રમમાં 20 મિનિટની મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા જૂથ પ્રસ્તુતિ આપશે.
  • જેમાં ગ્લોબલ બની ચૂકેલા ગુજરાતના ગરબા ઉપરાંત મણીયારો, ટીપ્પણી સહિતના નૃત્યો રજૂ થશે, જેથી સૌરાષ્ટ્ર-ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની એક ઝાંખી પણ જોવા મળશે.
  • આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં 4 પ્રોફેશનલ ગ્રુપ ભાગ લઈ રહ્યા છે, જેમાં રાજપુત રાસ મંડળ-બાટવા, ભવાની ટિપ્પણી લોકનૃત્ય-ચોરવાડ, બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ-માળીયા હાટીના અને ક્ષત્રિય રાજપુત લીંમડા ચોક રાસ મંડળ-માળિયા હાટીના ભાગ લઈ રહ્યા છે.
  • ઉપરાંત જૂનાગઢ જિલ્લાની 9 શાળાના 9 જૂથમાં 156 વિદ્યાર્થીઓ ભાગ લેશે તથા પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકો એક સાથે પ્રસ્તુતિ રજૂ કરશે.
  • આ ઉપરાંત પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે 25મી જાન્યુઆરીએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં સાંજે 6:30 કલાકે યોજાશે.