Junagadh News : બિપોરજોય વાવાઝોડાનાં અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ સ્ટાફ અને NDRF ની ટીમ રાહત-બચાવ કામગીરી કરવા માટે અગ્રેસર બની.
- હાલ જૂનાગઢ જિલ્લા સહિત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વાવાઝોડાની અસર ગંભીર રીતે વર્તાઈ રહી છે.
- વાવાઝોડાની અસરથી જૂનાગઢ જિલ્લામાં હાઇવે અને શહેરી રસ્તાઓ પર અનેક વૃક્ષો ધરાશયી થઇ રહ્યા છે, જેને કારણે વાહન-વ્યવહાર ખોરવાઈ રહ્યો છે.
- આ પરિસ્થિતિ અનેક સ્થળોએ જોવા મળી રહી છે, પરંતુ તંત્ર એકસાથે દરેક જગ્યાએ પહોંચી શકતું નથી.
- આ મુશ્કેલીનો સામનો કરવા માટે NDRF અને જૂનાગઢ પોલીસ વિભાગનો સમગ્ર સ્ટાફ સાથે મળીને અનેક કામગીરી કરી રહ્યા છે.
- રાહત બચાવ કામગીરી અંતર્ગત પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓથી લઈને મહિલા સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યા છે.
- પોલીસ વિભાગની ટીમે વરસતાં વરસાદમાં અડધી રાત્રે પણ રસ્તા પરથી ધરાશયી થયેલા વૃક્ષનો નિકાલ જાતે કર્યો છે.
- આ ઉપરાંત પોલીસ સ્ટાફ અસરગ્રસ્ત લોકોને પોતાના વાહનમાં બેસાડી સલામત સ્થળે પહોચાડવા અને ફૂડ પેકેટનું વિતરણ જેવી ઉત્કૃષ્ટ કામગીરી કરે છે.
- આમ, વાવાઝોડાની આ કપરી પરિસ્થિતિમાં દરેક જિલ્લાઓમાં પોલીસ તંત્ર, NDRF ની ટીમ અને રાહત-બચાવ કામગીરીની ટીમ પોતપોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે.
Also Read : Junagadh News : જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16% જેટલો વરસાદ વરસી ગયો!