Junagadh New – જૂનાગઢ મહાનગરપાલિકાના ચોપડે 54 જાહેર પાર્કિંગ નોંધાયેલા છે, તેમ છતાં પાર્કિગની સમસ્યા એમની એમ છે!

Junagadh New – જૂનાગઢ મહાનગરપાલિકાના ચોપડે 54 જાહેર પાર્કિંગ નોંધાયેલા છે, તેમ છતાં પાર્કિગની સમસ્યા એમની એમ છે!
  • વર્તમાન સમયમાં વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે; ઘરમાં જેટલા સભ્ય હોય એટલા વાહનો હોય છે!
  • આવા સમયે જાહેર સ્થળોએ પાર્કિંગની જગ્યાઓ પણ ઘટવા લાગી છે, જેના પરિણામે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ વધી રહી છે.
  • હાલ જૂનાગઢ મનપાના ચોપડે કુલ 54 જેટલા જાહેર પાર્કિંગ નોંધાયેલા છે, જેમાં શહેરના અલગ-અલગ સ્થળોએ મળીને કુલ 9710 ટૂ-વ્હીલર અને 205 ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે.
  • પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે, જેના કારણે અનેક સમસ્યાઓ ઉદ્દભવે છે.
  • અનેક જગ્યાએ થયેલ ગેરકાયદેસર દબાણો તથા બાંધકામ કરતી વખતે પાર્કિંગની જગ્યા ન રાખી ત્યાં પણ બાંધકામ કરવું જેવી સ્થિતિમાં લોકોને ફરજિયાત જાહેર માર્ગો કે બજારોમાં વાહનો પાર્ક કરવા પડે છે!
  • આ ઉપરાંત કેટલાક વાહનચાલકો પણ આડેધડ વાહનોનું પાર્કિંગ કરતાં હોવાના કારણે સમસ્યાઓ ઉદ્દભવે છે!
  • આ અન્વયે મહાનગરપાલિકા જો નકશા મુજબ અને પાર્કિંગની જગ્યા મૂકી છે કે કેમ તેની સ્થળ ખરાઈ કરે તો જ શહેરમાં પાર્કિંગની સમસ્યા નિવારી શકાશે.