Junagadh News : ગુજરાત હાયર એજ્યુકેશન રેન્કીંગમાં મારવાડી યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં તૃતીય રેન્ક મેળવ્યો!

Junagadh News
Junagadh News : ગુજરાત હાયર એજ્યુકેશન રેન્કીંગમાં મારવાડી યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં તૃતીય રેન્ક મેળવ્યો!
  • તાજેતરમાં એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા મેગેઝીન દ્વારા હાયર એજ્યુકેશનને લઈને ગુજરાતમાં એક સર્વે કરવામાં આવ્યો હતો.
  • જે અંતર્ગત ગુજરાત રાજ્યની ટોપ-3 યુનિવર્સિટીમાં ત્રીજા ક્રમાંકે રાજકોટની મારવાડી યુનિવર્સિટીને સ્થાન મળ્યું.
  • જ્યારે સૌરાષ્ટ્રમાં મારવાડી યુનિવર્સિટીને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
  • એજ્યુકેશન વર્લ્ડએ 2004 થી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે, જેમાં સ્કૂલથી લઇને હાયર એજ્યુકેશન સુધીની માહિતી મળી રહે છે.
  • એમની તાજેતરની આવૃત્તિ “EV ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગ્સ 2023-24 ટોપ 300 યુનિવર્સિટીસ”માં હાયર એજ્યુકેશન સર્વેમાં ગુજરાત રાજ્યની ત્રીજા ક્રમાંકે રાજકોટની મારવાડી યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે.
  • જે સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ વાત છે!