Junagadh Education ITI : ઔદ્યોગિક તાલીમ આપીને યુવતીઓને પગભર બનાવે છે જૂનાગઢ મહિલા આઈટીઆઈ .

Junagadh Education ITI

Junagadh Education ITI : ગુજરાત સરકાર મહિલાઓ માટે સતત કાર્યશીલ રહે છે. કોઈને કોઈ યોજના થકી બહેનોને સ્વાવલંબન આપવા માટે ગુજરાત સરકાર સાથે જૂનાગઢ તંત્ર પણ સતર્ક રહે છે. ત્યારે પ્રાથમિક ધોરણે બહેનો પગભર થઈ શકે તે માટે જૂનાગઢની મહિલા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઈન્સ્ટિટ્યૂટ ખાતે વિવિધ કોર્ષ કરાવવામાં આવે છે, જેના થકી યુવતીઓ પોતાના પગ ઉપર ઊભી થઈને સમાજમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે.

Junagadh Education ITI

જૂનાગઢમાં કાળવા ચોક નજીક સ્વામિ વિવેકાનંદ સ્કૂલની પાછળ આવેલી “જૂનાગઢ મહિલા આઇટીઆઈ વર્ષ 2015થી માંડીને આજસુધી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે કામ કરી રહી છે. હાલ તેમાં 135 બહેનો વિવિધ અભ્યાસક્રમો દ્વારા સ્વાવલંબનની દિશામાં પગલાં મંડી રહી છે. જેઓ હાલ 4 અલગ અલગ વ્યાવસાયિક અભ્યાસક્રમમાં શિક્ષણ મેળવી રહી છે. નજીકના સમયમાં આ અભ્યાસક્રમોની સંખ્યા વધારવા પર વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત જ્વેલરી, ફૂડ બેકરી જેવા વિવિધ કોર્ષને આવરી લેવામાં આવશે.

જૂનાગઢ મહિલા આઈટીઆઈ

મહત્વની વાત એ છે કે આ કોર્ષેસ થકી ઓછું ભણતર મેળવેલી યુવતીઓ પણ કોઈને કોઈ વ્યવસાય અથવા તાલીમ પ્રાપ્ત કરી શકે છે. ફેશન ડિઝાઇનિંગથી માંડીને આધુનિક યુગમાં ઉપયોગી થઈ શકે તેવા કોમ્પ્યુટરના કોર્ષ પણ યુવતીઓને શીખવવામાં આવે છે, તો સાથે સાથે ઘરે બેઠા રોજીરોટી મેળવી શકે તેવા સીવણ ક્લાસેસથી માંડીને આજના સમયની એક તાતી જરૂરિયાત સમાન બ્યુટીપાર્લરનો અભ્યાસ કરીને બહેનો પોતાનો શોખ પોતાના અર્થઉપાર્જનના સાધનમાં ફેરવીને આવક ઊભી કરે છે.

Junagadh Education ITI

અહી અભ્યાસ કરતી યુવતીઓને વિવિધ શૈક્ષણિક સહાય પણ મળે છે. જેમ કે, ટેબલેટ સહાય, શિષ્યવૃતિ, સ્ટાઇપેંડ અને એસટી બસના પાસની સુવિધા મળવાયોગ્ય છે. આટલું ઓછું હોય તેમ હવે બહેનોના ભવિષ્યના એક સારા ઘડતર માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીના લેકચર લેવા, સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા જેવા મુદ્દાઓ તરફ પણ વિચારણા ચાલી રહી છે. આ બધુ જોતાં જણાય કે ગુજરાત સરકારની સાથોસાથ જૂનાગઢ મહિલા આઇટીઆઇ દ્વારા પણ બહેનોના વિકાસ માટે નક્કર પગલાં લેવાઈ રહ્યા છે. જે આજના સમયની એક ખરી જરૂરિયાત છે.

Information Source:- Info Junagadh

Also Read : જૂનાગઢથી વિદાય લઈ રહેલા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ને…