ગુજરાત માટે આજનો દિવસ આંશિક રાહતભર્યો રહ્યો, કોરોના માત્ર 2 નવા કેસ સાથે કુલ આંકડો 146 પર પહોંચ્યો.

કોરોના

છેલ્લા થોડાક સમયમાં ગુજરાતમાં કોરોના વાઇરસના આંકડા ખૂબ ઝડપથી વધી રહ્યા હતા, ત્યારે આજનો દિવસ ગુજરાત માટે આંશિક રાહત વાળો રહ્યો હતો. કારણ કે, આજરોજ તા.6ઠ્ઠી એપ્રિલના રોજ સાંજે 7.30 વાગ્યા સુધીમાં માત્ર 2 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ અહીં આપણે ભારત અને ગુજરાતમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશેની માહિતી પર એક નજર નાખીએ.

કોરોના

સર્વ પ્રથમ તો આજરોજ તા.6ઠ્ઠી એપ્રિલના રોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
તારીખ: 6ઠ્ઠી એપ્રિલ 2020
સમય: સાંજે 7:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4,281
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 327
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 117

કોરોના

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં આજે માત્ર 2 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.
તારીખ: 6ઠ્ઠી એપ્રિલ 2020
સમય: સાંજે 7:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 146
કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 21
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 11

ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ તો, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ જોવા નથી મળ્યો અને જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી નથી. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : The Nisarg Nature Club has distributed around 2500 Free Sparrow Nests today.