જુનાગઢ જિલ્લાના ચણાકા ગામે વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. પીવાના પાણીની સુવિધા માટે ભેસાણથી ચણાકા સુધીની નર્મદા પાઇપલાઇન પહોંચાડવાના તેમજ ગામમાં ઘરે-ઘરે નળ કનેક્શન આપી પીવાના પાણીની સુવિધા આપતા વાસ્મોના કામોનું લોકાર્પણ કર્યું હતું.ચણાકા ખાતે જેટકો દ્વારા બનાવાયલા ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
માદરે વતન ચણાકાના ગ્રામજનોની સુવિધા વધે અને ગામ રળીયામણું બને તે માટે સૌ સાથે મળીને સ્વચ્છતાના સંકલ્પ સાથે આગળ વધીએ. રાજ્ય સરકાર ગામડાઓને શહેરોમાં છે તેવી તમામ સુવિધા આપવા કટીબદ્ધ છે. રોડ, પાણી, સ્વચ્છતા, વીજળી, શિક્ષણ અને આરોગ્ય સવલત જેવી માળખાગત સુવિધા ગામડાઓમાં ઉભી થાય તે માટે રાજ્યસરકારે તમામ સ્તરે કામોને પરિપૂર્ણ કર્યા છે. ગ્રામ સુવિધાને ગુણવતાયુક્ત કરવા બજેટમાં પણ પુરતા ફંડની ફાળવણી કરી છે. હજુ જે કોઇ ગામોમાં એકાદ સુવિધા ન હોય તો તે સુવિધા પુરી પાડવામાં આવશે. ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત ઉજ્જવલા દિનની ઉજવણી કરી ચણાકા ગામની ત્રણ બહેનોને ગેસ કનેક્શનની કીટ અર્પણ કરવામાં આવી હતી.
Source- Vijay Rupani
Also Read : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસટેક્ષમાં 50 ટકા છૂટ આપવમાં આવશે…