હવે માત્ર 10 મિનિટમાં PAN Card બની શકશે, જરૂર છે માત્ર આધાર કાર્ડની…

PAN Card

PAN Card : આપણાં ભારત દેશમાં આજકાલ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેમાં પણ લોકોની સુવિધા માટે ઓનલાઈન સેવાઓ પણ સત્વરે વિકસાવવામાં આવી છે. તેવી જ એક સેવાની વાત આજે આપણે અહી કરીશું…

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય નાગરિક પાસે આધાર કાર્ડ હોવું એ પ્રાથમિક જરૂરિયાત બની ગયુ છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો પાસે પણ આધાર કાર્ડ હોવું જોઈએ. એટલે કે આધાર કાર્ડ ખરેખરમાં એક આધાર સમાન જ બની ગયું છે. હવે આ આધાર કાર્ડનો ઉપયોગ પાન કાર્ડ માટે પણ થઇ શકશે. જી બિલકુલ, આધાર કાર્ડના માધ્યમથી હવે ઘરે બેઠા પાન કાર્ડ નીકળી શકશે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે.

PAN Card

સૌ પ્રથમ તો તમારી પાસે વેલીડ આધાર કાર્ડ અને તેને લિન્ક કરેલા મોબાઈલ હોવા જોઈએ. જેના થકી માત્ર 10 મિનિટમાં તમારું પાન કાર્ડ જનરેટ થઈ જશે. પાન કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ વેબસાઇટના ડાબી બાજુના ખૂણામાં દર્શાવેલ ઇંસ્ટંટ પાન પર જાઓ.

તેમાં ગયા બાદ Get PAN અને Check Status/Download PAN એવા બે વિકલ્પ હશે. જેમાથી તમારે Get PAN પર જવાનું છે અને તેમાં દર્શાવેલી જગ્યા પર તમારા આધાર નંબર અને કેપ્ચા કોડ નાખવાના રહેશે, જેના થકી તમારા આધાર કાર્ડ સાથે લિન્ક કરેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે.

PAN Card

હવે જે OTP તમારા લિન્ક કરેલા નંબર પર આવ્યો તેને બીજા સ્ટેપ તરીકે દર્શાવેલા ખાનામાં ફિલઅપ કરો અને ત્યારબાદ દર્શાવેલી જગ્યા પર તમારુ એ-મેઈલ એડ્રેસ નાખો અને નામ, રહેણાક સ્વરૂપી જરૂરી વિગતો ઉમેરો અને ફોર્મને સબમિટ કરી દો.

આ ફોર્મ ભર્યા બાદ માત્ર 10 મિનિટમાં જ તમારા પાન નંબર મળી જશે, જેને તમે PDF તરીકે ડાઉનલોડ કરી આં જ વેબસાઇટ પર દર્શાવેલ Check Status/Download PAN ઓપ્શન પર જઈને ડાઉનલોડ કરી શકશો. આમ, માત્ર 10 મિનિટમાં અમુક સ્ટેપ્સ ફોલોવ કરીને તમે ઘરે બેઠા પાન કાર્ડ મેળવી શકશો…

Also Read : Step-wells of Junagadh | Adi kadi vav and Navghan Kuwo