જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસટેક્ષમાં 50 ટકા છૂટ આપવમાં આવશે…

જૂનાગઢ મહાનગરપાલિકા

જૂનાગઢ મહાનગરપાલિકા : જૂનાગઢ હવે દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકા અને જનતાનો સહિયારો સાથ મળી રહે તો આ વિકાસ બમણી ગતિથી આગળ વધે તેવી શક્યતાઓ છે, તો અહીં એવા જ એક સહયારા પ્રયાસની વાત કરવાની છે…

જૂનાગઢ મહાનગરપાલિકા

તાજેતરમાં જ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, Mજેમાં જણાવવામાં આવ્યું કે, જે મિલકત ધારકોના હાઉસટેક્ષ અત્યાર સુધી ભરપાઈ ન થયા હોય અને આવા મિલકત ધારકો જો નાણાકીય વર્ષ 2019-20માં પોતાના બાકી રહેલા વેરાની ચુકવણી કરવા માંગતા હોય તેઓને મનપા દ્વારા વેરાન વ્યાજની કિંમતમાં 50 ટકા છૂટ આપવામાં આવશે.

જો કોઈ ધારક આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમણે ખાસ ધ્યાનમાં રાખવું કે, આ યોજના તા.1લી ફેબ્રુઆરીથી માંડીને 31મી માર્ચ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ મિલકત ધારકો પોતાના વેરાની ભરપાઈ કરશે તો તેમને વ્યાજની રકમમાં 50 ટકાની રાહત મળશે, તેમજ જો કોઈ ધારક આ સમયગાળા બાદ વેરાની ભરપાઈ કરશે તો તેમને સામાન્યતઃ 18 ટકાના વ્યાજથી વેરો ભરવો પડશે.

જૂનાગઢ મહાનગરપાલિકા

એ સાથે જ કમિશ્નરશ્રી દ્વારા જણાવાયું છે કે, જે લોકો અવધિ પુરી થવા બાદ પણ જો વેરાની રકમ ચૂકવશે નહિ તો તેમને પર નોટિસ આપવામાં આવશે જેનાથી મિલકત ધારકનું ધ્યાન દોરવાશે. તેમ છતાં પણ જો કોઈ ધારક વેરાની ચુકવણી નહિ કરે તો તેમની મિલકત ટાંચમાં લઇ લેવાશે અથવા જપ્ત કરવામાં આવશે.

ઘણા મિલકત ધારકો વેરાની રકમ ભરપાઈ નથી કરતા અથવા તો જુના વેરાનું વ્યાજ જ એટલું ચઢી ગયું હોય તેઓ વેરો ભરી નથી શકતા તેમની પાસેથી વેરાની રકમ પણ વસૂલી શકાય અને પ્રજાને પણ લાભ થાય તેવા બેવડા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલો આ નિર્ણય ખરેખર ઉમદા અને ક્રાંતિકારી છે.

Also Read : In the Junagadh district of Chana village, the development projects were inaugurated…