Avengers The End : ચાલશે 24 કલાક, જેમાં જૂનાગઢના લોકો માટે પણ છે આ ખુશખબર..!!

“બ્રહ્માંડ પે કબ્જા કરને કા ઈતના મઝા નહીં, જીતના યહાં(ધરતી) પે હે…”

આ વાંચતા જ તમને શું પહેલા યાદ આવે…?

એવેંજર્સ, સાચું ને…?

Avengers The End : એક ઈમોશનલ, એપિક, યુનિક, સ્પેશિયલ ઈફેક્ટ્સ પ્લસ જબરદસ્ત એન્ડિંગ અને પાવરફૂલ વિસ્યુલ્સ વાળી મસ્ટ વોચ મૂવી જેની સૌ કોઈ કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ “એવેંજર્સ: એન્ડ ગેમ” આવે છે સિનેમા ઘરોમાં બસ ગણતરીના જ દિવસોમાં…

Avengers: The End

“એવેંજર્સ: એન્ડ ગેમ” એક અમેરિકન સુપરહીરો ફિલ્મ છે, જે માર્વેલ સુપરહીરો કોમિક્સ આધારિત છે.  ઢગલાબંધ મીમ્સનો ભાગ બની એવેંજર્સ આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

માર્વેલ ચાહકો આ અમેરિકન સુપરહીરો ફિલ્મ “એવેંજર્સ: એન્ડ ગેમ” જોવા ટિકિટો માટે લાંબી લાંબી લાઈનોમાં પણ ઉભવા તૈયાર છે, ત્યારે “બુક માય શો” એ બમ્પર એડવાન્સ ટિકિટ બુકિંગ્સ કરીને એક જ દિવસમાં એક મિલીયન ટિકિટો વહેંચીને રેકોર્ડ બનાવ્યો છે.

તા.26 એપ્રિલએ ભારતમાં આ ફિલ્મ રીલીઝ થાય એ પહેલા જ બુક માય શો એ આટલી બમણી સંખ્યામાં ટિકિટોનું વહેચાણ કર્યું છે, ઉલ્લેખનીય છે કે તેઓએ એક જ દિવસમાં એટલે કે દર એક સેકંડે 18 ટિકિટો વહેચી હતી. ફિલ્મ માટે એટલા બધાં આકર્ષણનું કારણ છે આયર્ન મેન, થોર અને કેપ્ટન અમેરિકા જેવા સુપરહીરોની સાથે મહાકાવ્ય યુધ્ધમાં સામેલ સુપરવિલન થેનોસ.

Avengers The End

“એવેંજર્સ: એન્ડ ગેમ” વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક ફિલ્મ છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની 22મી ફિલ્મ એવેંજર્સ ભારતીય બોક્સ ઓફિસનો રેકોર્ડ 100% તોડશે તેમ પણ કહીએ તોયે  કઈ જ ખોટું નથી.

વર્ષ 2012માં “ધ એવેંજર્સ” ભારતમાં રીલીઝ થતા જ, બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. ગયા જ વર્ષે રીલીઝ થયેલી એવેંજર્સ ઇનફિનિટી વોરની વાત કરીએ તો રીલીઝ થઈ એ જ દિવસે એ ફિલ્મે 31.30 કરોડની કમાણી કરી હતી, જ્યારે રિલીઝ થયાના પહેલા જ વિકેન્ડમાં તેણે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

ભારતમાં ઓપનિંગ ડે પર 31 કરોડની કમાણી કરનારી આ હોલીવુડ ફિલ્મનો રેકોર્ડ હજી પણ કોઈ અન્ય ફિલ્મ તોડી શકી નથી. “એવેંજર્સ: એન્ડ ગેમ”ની વાત કરીએ તો આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 300 કે 400 કરોડનો આંકડો તો ચોક્કસ પાર કરશે, તેમજ ઓવરઓલ વર્લ્ડવાઈડ 900 મિલીયન ડોલરનો આંકડો પાર કરશે તેમ તજજ્ઞો જણાવી રહ્યા છે.

આવું એટલા માટે કહી શકાય કેમ કે, એડવાન્સ બૂકિંગ દ્વારા એવેંજર્સના ચાહકોએ અત્યારથી જ સિનેમાઘરોના શો ને હાઉસફૂલ કરી દીધા છે. એટલા માટે જૂનાગઢવાસીઓ આ “એવેંજર્સ: એન્ડ ગેમ”ને વધુ રાહ જોયા વગર નિહાળી શકે તે માટે સુરજ સિનેપ્લેક્સમાં આ ફિલ્મ માટેના શોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વધુમાં આ ફિલ્મનો એક શો સવારે 7 વાગ્યે પણ રજૂ કરવામાં આવશે, તો એવેંજર્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર “એવેંજર્સ: એન્ડ ગેમ”ને નિહાળવા માટે…

તા. 26, એપ્રિલ થી  28, એપ્રિલ, 2019 સુધી…

2D Shows:

સવારે 7.00 વાગ્યે, સવારે 10.15 વાગ્યે, સાંજે 7.00 વાગ્યે, રાત્રે 10.30 વાગ્યે

3D Show:

બપોરે 3.30 વાગ્યે

For Booking: www.surajcineplex.in
Contact: 8000806666

એવેંજર્સ: એન્ડ ગેમ જોવા માટે આપ કેટલા ઉત્સુક છો, જણાવો અહીં કોમેન્ટ સેક્શનમાં…

Thank you,

Author:  Morvee Raval #TeamAapduJunagadh