આધાર કાર્ડ : આજના સમયમાં આધાર કાર્ડ સામાન્ય માણસની ઓળખ બની ગઈ છે. આધાર કાર્ડ ઓળખની સાથોસાથ મહત્વપૂર્ણ વસ્તુઓ માટે ઉપયોગી અને જરૂરી બની ગયું છે. જરૂરી પ્રમાણપત્રો અને ડૉક્યુમેન્ટ કઢાવવા માટે આધાર કાર્ડ મૂળભૂત જરૂરિયાત બની ગયું છે. એવામાં જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો મુશ્કેલી ઊભી થઈ જાય છે, પરંતુ હવે આધાર કાર્ડ ખોવાઇ જાય તો ગભરાવવાની જરૂર નથી, કારણ કે હવે ફક્ત 50 રૂપિયા ખર્ચીને આધાર કાર્ડ પાછું મેળવી શકાશે.
આધારકાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં ભારતીય વિશિષ્ટ ઓળખ સતા (યુઆઈડીએઆઈ) વેબસાઇટ ઉપર જઈને આધાર રિપ્રિન્ટ માટે રિક્વેસ્ટ કરી શકાય છે. આ વેબ પોર્ટલ ઉપર તેના સિવાય અન્ય ઘણીબધી સેવાઓ પણ ઉપલબ્ધ છે. આધાર રિપ્રિન્ટ સર્વિસ માટેનો ચાર્જ રૂપિયા 50 વસૂલવામાં આવશે. યુઝરના રજીસ્ટર એડ્રેસ ઉપર આધારની હાર્ડ કોપી મોકલી દેવામાં આવે છે. યુઆઈડીએઆઈ ની વેબસાઈટ મુજબ આ સર્વિસ માટે ભારતીય નાગરિકોને સામાન્ય ચાર્જ આપવો પડે છે.
જો કોઇ યૂઝરનું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તેને https://uidai.gov.in/ ની વેબસાઇટ ઉપરથી નવુ આધાર કાર્ડ મળી જશે. તો સાથે જ જે લોકોનો નંબર રજીસ્ટર નથી તે લોકો પણ બીજા નંબર ઉપરથી આધાર કાર્ડ પ્રિન્ટનો ઓર્ડર આપી શકશે. આધાર કાર્ડની પ્રિન્ટ માટે જીએસટી ચાર્જ મળીને 50 રૂપિયા જેટલો છે.
યુઆઈડીએઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને 12 અંકોનો આધાર નંબર (યુઆઇડી) અથવા તો 16 અંકોનો વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન(વિઆઈડી) નંબર દ્વારા આધાર રીપ્રિન્ટ રિક્વેસ્ટ કરી શકાશે.
આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝરે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા યુઆઈડીએઆઈ પોર્ટલ ઉપર લોગીન કરવું પડશે. યુઝરની ઓળખ વેરીફાઈ કર્યા બાદ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. રિપ્રિન્ટની વિનંતી બાદ તમારું આધાર કાર્ડ પાંચ દિવસમાં પોસ્ટ દ્વારા મોકલી અપાશે. ડાક વિભાગ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા આધાર યુઝરના એડ્રેસ ઉપર ડિલિવરી કરી દેશે.
Article source – Saurashtra Bhoomi
Also Read : દિવાળી સાથે જોડાયેલી નાની નાની પણ ચહેરા પર સ્મિત લાવી દે તેવી વાતો.