Junagadh News: રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીની સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ગીતકાર’ તરીકે પસંદગી થઈ!

Junagadh News
Junagadh News: રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીની સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ગીતકાર’ તરીકે પસંદગી થઈ!
  • ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અંતર્ગત વિવિધ શ્રેણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર માટે શ્રેષ્ઠ ચલચિત્રો તેમજ શ્રેષ્ઠ કલાકાર કસબીઓની પસંદગી કરવામાં આવે છે.
  • જે અન્વયે આપણાં જૂનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીની સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ગીતકાર’ તરીકે પસંદગી થઈ છે, જે આપણાં સૌ માટે ગૌરવવંતી વાત છે!
  • વર્ષ 2022 અંતર્ગત જાહેર થયેલ કલા કસબીઓની યાદીમાં મિલિન્દ ગઢવી લિખિત “ખમ્મા” ગીત (ફિલ્મ: નાડી દોષ) ની પસંદગી કરવામાં આવી છે.
  • જૂનાગઢના મિલિન્દ ગઢવી લખાયેલા “ખમ્મા” ગીતમાં કેદાર ઉપાધ્યાયએ સ્વર આપ્યો છે, જ્યારે સંગીત કેદાર-ભાર્ગવની સંગીત બેલડીએ આપેલું છે.
  • હાલ સુધીમાં “ખમ્મા” ગીતના ઓડિયોને લઈને અંદાજે 46 હજારથી વધુ ઇન્સ્ટાગ્રામ રિલ બની ચૂકી છે!
  • આ અગાઉ વર્ષ 2015-16 માં મિલિન્દ ગઢવી લિખિત “મેં તો સૂરજને..” (ફિલ્મ: પ્રેમજી રાઇઝ ઓફ ધ વોરિયર) ને, વર્ષ 2016-17 માં “થઈ જશે ટાઇટલ સોંગ” (ફિલ્મ: થઈ જશે!) ની પસંદગી રાજ્ય સરકારે કરીને તેઓનું સન્માન કર્યું હતું.
  • જે બાદ વર્ષ 2022માં પણ જૂનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીની સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ગીતકાર’ તરીકે પસંદગી થતાં જૂનાગઢની સાથોસાથ ગુજરાતી કલા જગતનું ગૌરવ વધ્યું છે!
  • આ તકે યુવા કવિ મિલિન્દ ગઢવીને અનેકો શુભકામના..

Also Read : Junagahd news : સંવિધાન પે ચર્ચા”: પારુલ યુનિવર્સિટી ખાતે કાયદાકીય, રાજકીય અને ન્યાયિક જાગૃતિ માટે બે દિવસીય કાયદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું