Junagadh Save Water Plant : એક સમયે કહેવત હતી, કે “એતો પાણીના ભાવે વેંચાઈ ગયું”. પણ હવે એ કહેવતની સાથે સાથે પાણીની કિંમત પણ વધી ગઈ છે, જેથી એ કહેવત હવે આપણને ઓછી સાંભળવા મળે છે, ખરું ને! એનું કારણ પાણીની અછત. પાણીની ઘટ પડતાં લોકોને પાણીની કિંમત સમજાય છે અને ત્યારે પાણીની એક એક બુંદ અમૃત સમાન લાગે છે.
જો નરસૈયાની નગરી, જૂનાગઢની વાત કરવામાં આવે તો, આ વખતે ઉનાળામાં પડેલી આકરી ગરમીને કારણે પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે. ત્યારે લોકો મનપા દ્વારા થતાં પાણી વિતરણ અને નર્મદાનાં નીરની આતુરતા પૂર્વક રાહ જોતાં માલૂમ પડે છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના સેવાભાવી ઉદ્યોગપતિ ઇકબાલભાઈ મારફતિયાએ ‘યુનાઇટેડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ’ના નેજા હેઠળ શહેરમાં છેલ્લા બે વર્ષથી સ્વખર્ચે અગાસીના વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનો યજ્ઞ આરંભ્યો છે.
આ અંગે ઈકબાલભાઈએ જણાવ્યું કે, તામિલનાડુના મદ્રાસમાં તેઓ એક ઔદ્યોગિક એકમ ધરાવે છે. તેથી તેઓને ત્યાં રહેવાનું તથા વારંવાર જવાનું થતું હોય છે.છેલ્લા દસકાથી ત્યાં પાણીની સમસ્યા આકરી બની છે. આ સમસ્યા ઉકેલવા રાજ્ય સરકાર તથા મનપા દ્વારા બાંધકામમાં ફરજિયાત ભુગર્ભ ટાંકાનો અમલ શરૂ કરાવ્યો છે. ત્યારે ઇકબાલભાઈ કહે છે કે,અમારી સંસ્થા યુનાઈટેડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ મહાનગરમાં પાણીની કાયમી તંગીવાળા વિસ્તારો જેવા કે, ઝાંઝરડા રોડ, બલૂચિસ્તાન, ગુલજાર સોસાયટીસહિતના વિસ્તારોમાં આવેલા બહુમાળી બિલ્ડિંગો અથવા સોસાયટીમાં બોર બનાવી ચેમ્બર સાથે પાઇપલાઇન ગોઠવી અગાસીના વરસાદી પાણીને જમીનમાં ઉતારાય છે.
આ યુનિટનું નિર્માણ સંસ્થાદ્વારા કરી આપવામાં આવે છે, જેની પાછળ થતો તમામ ખર્ચ સંસ્થાભોગવે છે.છેલ્લાં 2 વર્ષમાં આવા 40 જેટલા યુનિટો ઊભા કરાયા છે.જે બહુમાળી ઈમારતોમાં વરસાદી પાણીનો નિકાલ બહાર હોય ત્યાં આ કામગીરી થઇ શકે છે, પરંતુ હવે મોટાભાગના બિલ્ડરો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઇમારતની અંદર જ ગોઠવે છે, ત્યાં આ કામગીરી થઇ શકતી નથી. વરસાદી પાણીના નિકાલ માટેનાભૂંગળા બહાર મૂકાયેલા હશે તો,બિલ્ડિંગના રહીશોનીમાંગણી દ્વારા સંસ્થા ત્યાં આ યુનિટનું નિર્માણ કરવા માટે હંમેશા માટે સજ્જ છે.
જો તમે પણ તમારા રહેણાંકની બિલ્ડિંગમાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા ઇચ્છતા હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. આ પ્લાનિંગ બેસાડવા માટેની અમુક શરતો રહેશે, જે માન્ય થયા બાદ જ આ કામગીરીનો આરંભ કરવામાં આવશે. આ તકે ઇકબાલભાઈ અપીલ કરતાં કહે છે કે, શહેરમાં એવી કેટલીય ખાનગી કે સરકારી ઇમારતો આવેલી છે, જે ખુબજ મોટી અગાસીઓ ધરાવે છે. ત્યારે ચોમાસાની ઋતુમાં અગાસીમાં આવતું પાણી વેડફાઇ નહીં, તે રીતે સીધું જમીનમાં ઉતારવામાં આવે તો પાણીના તળ ઊંચા આવતા જૂનાગઢને પાણીની સમસ્યાનું ભોગ જ બનવું પડે.
ઇકબાલભાઈ મારફતિયા
મોબાઈલ નંબર:+91 98240 52400
યુનાઇટેડ સંસ્થાના આ પ્રેરણાદાયી પગલાથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નવા બાંધકામની મંજૂરીમાં ભુગર્ભ ટાંકો ફરજિયાત બનાવાયો છે, તેનો અમલ શરૂ થયો છે. હવે મકાન ખરીદનારાઓ પણ આવી સુવિધા છે કે કેમ? તેની પૂછતાછ કરવા લાગ્યા છે. મકાન ખરીદનારાલોકોના આગ્રહને સંતોષવા બિલ્ડરો પણ ભૂગર્ભ ટાંકા બનાવવા તત્પર થયા છે.
નવાબી કાળના જૂનાગઢના જૂના બાંધકામોમાં આજે પણ ભૂગર્ભ ટાંકા જોવા મળે છે, જેમાં લોકો ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને આખું વર્ષ પીવાના પાણીથી ચિંતા મુક્ત રહે છે. શહેરના નાગરવાડા વિસ્તાર સહિતના વિસ્તારોના જૂના મકાનોમાં ભૂગર્ભ ટાંકા જોવા મળે છે, તેના રહીશો સંગ્રહાયેલું પાણીપીવા માટે ઉપયોગ કરે છે અને નિરોગી રહે છે, કારણ કે વરસાદી પાણીમાં ક્ષારનું પ્રમાણ હોતું નથી.વર્તમાન સમયમાં જૂની ભૂગર્ભ ટાંકાની પ્રથા આજે ફરીથી શરૂ થઇ હોય તેવું લાગી રહ્યું છે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : દિશા પટની કર્યો બોલ્ડનેસથી ભરપૂર ડાન્સ, જોનારા થઈ જાય છે પાણી પાણી!