10 કલાકમાં નવા 112 કોરોના ના કેસ સાથે કોરોના પહોંચ્યો આટલે! ચલો જાણીએ 8:30 PM સુધીની રાજ્યની સ્થિતિ વિશે…

કોરોના

ગુજરાતમાં કોરોના એ ફરી એક વેગવંતી ઝડપ પકડી છે. જેથી અત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 2,000ને પાર થઈ ચૂક્યો છે. અહીં ગુજરાત અને ભારતના કોરોના સંક્રમિત દર્દીઓ અને બીજા આંકડાઓ આપવામાં આવ્યા છે. તેના પર એક નજર કરીએ. total corona case gujarat

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 21મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 18,985 (જેમાં 15,122 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 3,260
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 603

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,178 (જેમાં 1,935 કેસ એક્ટિવ છે.)
  • વેન્ટીલેટર પર રાખવામાં આવેલ દર્દીઓની સંખ્યા: 14
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 139
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 90
કોરોના
total corona case gujarat

ગઈ કાલની સાપેક્ષે આજે ફરી કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એક જ રાતમાં ફરી 100થી વધુ દર્દીઓ કોરોના અસરગ્રસ્ત થયા છે. રાજ્યના હોટસ્પોટ વિસ્તારો સહિત બીજા જિલ્લાઓમાંથી પણ નવા કેસ સામે આવ્યા હતા.

કોરોના

ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જૂનાગઢમાં હાલ આંશિક રાહતો સાથે જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.

Also Read : 12th Gujarat Kala Pratishthan which was organised in Junagadh