જૂનાગઢ જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

જૂનાગઢ જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
  • જૂનાગઢ જિલ્લાના સ્વતંત્રતા સેનાની સર્વશ્રી શંભુપ્રસાદ ઓઝા, છેલશંકર પાઠક, લાભશંકર દવે અને કે.બી. ઉપાધ્યાયનું જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અનસંગ હીરોસનું સાલ-સ્મૃતિચિન્હ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
  • આ સન્માન તેમના વતી તેમના પરિવારજનોએ સ્વીકાર્યું હતું.
  • આ સન્માન સ્વીકારવા માટે શંભુપ્રસાદ ઓઝા વતી અનિલભાઈ જોશી, તેવી જ રીતે છેલશંકર પાઠકના ધર્મપત્ની કાંતાબેન, લાભશંકર દવેના પુત્ર કૃષ્ણકુમાર, કે.બી. ઉપાધ્યાયના ધર્મપત્ની ચંપાબેન ઉપસ્થિત રહ્યા હતા.
  • અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશની આઝાદીમાં યોગદાન આપનાર જૂનાગઢના લડવૈયાઓના સ્વતંત્રતા સંગ્રામ વખતના સ્મરણો તાજા કરાયા હતા.
  • જૂનાગઢના સ્વતંત્રતા સેનાની મુખે સાંભળેલ તેમના પરિવારજનોએ આઝાદી માટેના સંઘર્ષ, જેલવાસ વગેરેને વાગોળ્યા હતા.
  • આ તકે જૂનાગઢ કલેક્ટર દ્વારા વર્ણવાયું કે; સ્વતંત્રતા સેનાનીઓએ દેશ માટે તન-મન-ધન બધું જ અર્પણ કરી દીધું હતું, તેમનું ઋણ તો ચૂકવી શકાય તેમ નથી પણ સાદર વંદન સાથે તેમનામાંથી પ્રેરણા મેળવીએ.

Also Read : Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તા.1 જુલાઈથી માર્કેટ શેષમાં 0.10 પૈસાનો વધારો લાગુ; વેપારીઓએ હરરાજી બંધ રાખીને વિરોધ નોંધાવ્યો.