Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તા.1 જુલાઈથી માર્કેટ શેષમાં 0.10 પૈસાનો વધારો લાગુ; વેપારીઓએ હરરાજી બંધ રાખીને વિરોધ નોંધાવ્યો.

Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તા.1 જુલાઈથી માર્કેટ શેષમાં 0.10 પૈસાનો વધારો લાગુ; વેપારીઓએ હરરાજી બંધ રાખીને વિરોધ નોંધાવ્યો.
  • દરેક માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ જે માલનું વેંચાણ કરે, તેનાં પૈસા માર્કેટ શેષ રૂપે તેઓએ યાર્ડને આપવા પડતાં હોય છે.
  • સમગ્ર ગુજરાતની બધી જ માર્કેટિંગ યાર્ડમાં ગત તા.1 જુલાઈથી માર્કેટ શેષમાં વધારો કરવામાં આવ્યો છે.
  • જે અંતર્ગત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ 0.10 પૈસા લેખે માર્કેટ શેષમાં વધારો કરાયો છે.
  • મળતી માહિતી મુજબ, વર્ષ 1979 થી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ પાસેથી 0.50 પૈસા લેખે માર્કેટ શેષ લેવામાં આવતી હતી, જેની કિંમત હજુ સુધી વધારવામાં આવી ન હતી.
  • જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ગત તા.1 જુલાઈથી મૂળ રકમમાં 0.10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
  • માર્કેટ શેષ પેટે 0.50 પૈસા માંથી 0.60 પૈસા કરતાં માર્કેટિંગ યાર્ડનાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
  • જેને અનુસંધાને ગત શનિવાર અને આજરોજ તા.3 જુલાઇ સોમવારે પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા હરરાજી બંધ રાખી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.