કોરોના : એક જ દિવસમાં નવા 48 પોઝીટીવ કેસ નોંધાયા, તો સાથે જ 48 લોકો થયા રિકવર, જાણો સંપૂર્ણ માહિતી.

જિલ્લામાં કોરોનાના સતત વધતા કેસથી જૂનાગઢ કોરોનાનું નવું હૉટસ્પોટ બનવાની ભીતિ સેવાઇ રહી છે. તેમાં પણ ગઈકાલે એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 48 કેસ નોંધાઇ ચુક્યા છે, જેમની વિગતવાર માહિતી અહીં જાણીશું, પરંતુ તે પહેલા ગુજરાત અને ભારતના કોરોનાના આંકડાઓ વિશે ચર્ચા કરીએ…

સૌ પ્રથમ ભારતના કોરોનાના આંકડાઓ વિશે વાત કરીએ, તો જણાય છે કે, છેલ્લા 24 કલાક બાદ દેશમાં 28 હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં હાલ કુલ પોઝીટીવ કેસની સંખ્યા 9 લાખને પાર થઈ ચૂકી છે. આ સાથેના દેશના કોરોના સંબંધિત અન્ય આંકડાઓ નીચે મુજબ છે.

ભારતના કોરોનાના આંકડા:

  • તારીખ: 14મી જુલાઈ, 2020(મંગળવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 9,06,752 (વધુ 28,498 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,71,460 (વધુ 17,989 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 23,727 (વધુ 553 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3,11,565

ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે ગુજરાતના કોરોનાના આંકડા વિશે જાણીએ. ગુજરાતમાં પણ ગઈ કાલે રેકોર્ડબ્રેક 902 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં પણ છેલ્લા થોડાક દિવસોથી રેકોર્ડબ્રેક પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે, જેના કારણે કુલ પોઝીટીવ કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ સાથેના રાજ્યના કોરોનાના આંકડાની તમામ વિગત નીચે મુજબ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 13મી જુલાઈ 2020(સોમવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 42,722 (નવા 902 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 29,770 (વધુ 608 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,055 (વધુ 10 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 10,897

No coronavirus case out of 1,582 under watch in Gujarat | India ...ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે જૂનાગઢ જિલ્લાના અને શહેરના કોરોનાના આંકડા જાણીએ. ગઈકાલે નોંધાયેલા 48 કેસમાંથી જૂનાગઢ Cityમાંથી પોઝીટીવ કેસ કેટલા આવ્યા અને જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી પોઝીટીવ કેસ કેટલા આવ્યા તે તમામ વિગત નીચે દર્શાવેલ Image પરથી જાણીએ.

આ સાથે જ જિલ્લામાં કાલે વધુ 48 લોકો રિકવર થઈ ચૂક્યા છે. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

તારીખ: 13મી જુલાઈ, 2020 (સોમવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 345
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 143
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 195
●મૃત્યુઆંક: 7

કોરોના

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 41 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 386 ગણવામાં આવે છે.

કોરોના

Also Read : Episode 5: Birds of Narsinh Talav