ગુજરાતમાં કોરોના ના ઘટતા જતા આંકડાને કારણે હવે દેશમાં પોઝીટીવ કેસની સંખ્યામાં ગુજરાતનો ક્રમ ચોથો થયો…

ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધતા હોવા છતાં અત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં જણાઈ રહી છે. અત્યારે ગુજરાતના આંકડાને જોતા ખબર પડે છે કે, પોઝીટીવ કેસની સ્થિતિએ ગુજરાત ભારતમાં ચોથા ક્રમાંકે આવી ગયું છે.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 5મી જૂન, 2020
 • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,26,770 (નવા 9,851 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,10,960 (નવા 4,223 કેસ ઉમેરાયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,09,462 (વધુ 5,240 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 6,348 (વધુ 273 દર્દીઓનું મૃત્યુ થયું.)

ભારત બાદ ગુજરાતના કોરોનાના આંકડા પર એક નજર નાખતા જણાય કે, ગુજરાતમાં તા.5મી જૂન સુધીમાં કોરોનાના કેસ 20 હજારને નજીક પહોંચી ગયા છે. જો કે ગુજરાતમાં કેસના પ્રમાણમાં નોંધાતા ઘટાડાને કારણે અત્યારે સમગ્ર દેશમાં બીજા ક્રમાંકેથી ચોથા ક્રમાંકે પહોંચી ગયું છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 5મી જૂન, 2020
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 19,119 (નવા 510 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,918
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 13,011 (વધુ 344 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,190 (વધુ 35 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ ચલો હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. ગઈકાલે રાતે કેશોદ ખાતેથી એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયો છે. જેની સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા 31 થઈ ચૂકી છે. આ સાથે જ અત્યાર સુધીમાં જૂનાગઢમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

કોરોના

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
તારીખ: 5મી જૂન, 2020
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 31
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
●મૃત્યુઆંક: 1

Also Read : Mr. Sanjay Raval in Junagadh