10 કલાકમાં ફરી વધ્યા કોરોના 34 નવા કેસ…ચાલો જાણીએ આજરોજ સાંજે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ

કોરોના

એક જ દિવસમાં ફરી કોરોના ના નવા 34 કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડાક કલાકોમાં નોંધાયેલા કેસની સાપેક્ષમાં આજના કેસ કંઈક અંશે રાહતપૂર્ણ ગણી શકાય. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 13મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 9,352 (જેમાં 8,048 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 979
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 324

ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો હવે 500ની પાર થઈ ગયો છે. અતીવેગથી વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતાજનક છે. તેમાં પણ હવે અમદાવાદમાં કોરોના કેસના આંકડાઓ 300ને વટી ચુક્યા છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવામાં કાર્યશીલ છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 13મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 572 (જેમાં 492 કેસ એક્ટિવ છે.)
  • વિદેશ પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા: 33
  • આંતર રાજ્ય પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 32
  • લોકલ ટ્રેનજીશનથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 507
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 54
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 26

ગુજરાતમાં ફરી એક દિવસમાં નવા 34 કેસનો ઉમેરો થયો છે. રાજ્ય સરકારના કડક પગલાંઓના કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે.

Gujarat announces free food for elderly during COVID-19 lockdown ...

ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

One more Covid-19 death in Tamil Nadu: 50 new cases - India News

Also Read : ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન – “નન્હી પરી અવતરણ”