Junagadh News : મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત તમે પણ માટીની સાક્ષીએ પંચ પ્રણ લઈને તમારી સેલ્ફી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો!

Junagadh News
Junagadh News : મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત તમે પણ માટીની સાક્ષીએ પંચ પ્રણ લઈને તમારી સેલ્ફી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો!
  • સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની થઈ રહેલ ઉજવણીમાં આ વર્ષની થીમ માટી સાથે સંકળાયેલી છે, ત્યારે હાલમાં “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરી રહ્યું છે, સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના કરી રહ્યું છે!
  • ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ગત 9મી ઓગસ્ટથી ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન, વીરોને વંદન’ અભિયાનનો પ્રારંભ થયો છે, ત્યારે જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • જેમાં નાગરિકો માટીની સાક્ષીએ પંચ પ્રણ લઈને સેલ્ફી લેશે, જેને વેબસાઈટ પર અપલોડ કરીને દેશની એકતામાં સૂર પૂરાવી શકે છે.
  • આ ઐતિહાસિક ઉજવણીને યાદગાર બનાવવા જૂનાગઢ જિલ્લાના સૌ નાગરિકો હાથમાં મુઠ્ઠીભર માટી લઈ પ્રતિજ્ઞા લેતા સેલ્ફી લઈ નીચેની વેબસાઈટ પર અપલોડ કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
  • નાગરિકો પોતાના ગામમાં, તાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે.
  • સેલ્ફી અપલોડ કરવા માટેની લિંક: https://merimaatimeradesh.gov.in/step
  • વધુ મહીતી માટે: https://yuva.gov.in/