૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન – “નન્હી પરી અવતરણ”

આંતરરાષ્ટ્રીય મહિલા દિન

૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજરોજ જન્મ લેનાર દીકરીના જન્મને “નન્હી પરી અવતરણ” તરીકે વધાવાઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ મહાનગરપાલિકા( Junagadh Municipal Corporation ) દ્વારા આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો પ્રારંભ કલેકટરશ્રી, કમિશ્નરશ્રી, મેયરશ્રી, જ્યોતીબેન વાછાણી, ડી.ડી.ઓ., મેડીકલ કોલેજના ડીન તથા હેલ્થ ઓફિસર ડો.રવિની ઉપસ્થિતમાં સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજરોજ જન્મ લેનાર દીકરીના પરિવારજનોને લક્ષ્મીજી- સરસ્વતીજીની મુદ્રાવાળો ૫ ગ્રામ ચાંદીનો સિક્કો, મમતાકીટ, મીઠાઈ તથા ફૂલ આપી દીકરીના જન્મને આવકારવામાં આવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન

Also Read : 10 કલાકમાં ફરી વધ્યા 34 નવા કેસ …ચાલો જાણીએ આજરોજ સાંજે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ