રાજ્યના દરેક જિલ્લાઓમાં તા.9મી મે, સુધીમાં કોરોના ની શુ સ્થિતિ છે, તેના પર એક નજર કરીએ…

કોરોના

કોરોના : રાજ્યમાં ગઈકાલે આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ આજે નવા 394 કેસ સામે આવ્યા છે. ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં 3,000થી ઉપર કેસ નોંધાયા છે. રાજ્ય અને દેશમાં ધીમે ધીમે પોઝીટીવ કેસનો આંકડો અતિવેગથી આગળ વધી રહ્યો છે. અહીં કોરોના સંદર્ભે ગુજરાત અને ભારતના બીજા આંકડાઓ આપેલા છે. તેના પર એક નજર કરીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 8મી મે, 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 59,662 (નવા 3,320 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 39,834 (નવા 1,918 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 17,847 (વધુ 1,307 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,981 (વધુ 95 દર્દીઓનું મૃત્યુ થયું.)

Coronavirus fine prints: Gujarat triples numbers in 7 days, Maha ...

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. જે હાલ કોરોના પોઝીટીવ કેસના લિસ્ટમાં દેશમાં બીજા ક્રમાંકે છે. આજરોજ તા.9મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં રાજ્યમાં 390થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 7,700ને પાર થઈ ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 8મી મે, 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 7,797 (નવા 394 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,214
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,091 (વધુ 219 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 492 (વધુ 43 લોકોના મૃત્યુ થયા)

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તા.9મી મે, 2020
 • સમય: 8:30 PM
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 0
 • મૃત્યુઆંક: 0

Also Read : આઝાદ ચોકમાં પ્રથમ વખત ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શબાબેન પટેલનાં હસ્તે ધ્વજવંદન કરાશે