જૂનાગઢ : આઝાદ ચોકમાં પ્રથમ વખત ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શબાબેન પટેલનાં હસ્તે ધ્વજવંદન કરાશે

જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપ દ્વારા મંદિર, મસ્જીદ, કબ્રસ્તાથી લઇ ગીરનાં અભ્યારણ્ય સુધી ધ્વજ વંદનનાં કાર્યક્રમ કરવામાં આવ્યાં છે. પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવ્યું કે, આ વખતે પ્રજાસત્તાક પર્વે જૂનાગઢનાં આઝાદ ચોકમાં પ્રથમ વખત ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શબાબેન પટેલનાં હસ્તે સવારે 9:30 ધ્વજવંદન કરાશે. શબાબેન પટેલે સ્વચ્છતા અભિયાન નિબંધ લેખનમાં એવોર્ડ મેળવ્યો છે. સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવામાં પાયાનાં પથ્થરની ભુમિકામાં રહેલા સફાઇ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે. જૂનાગઢની આઝાદીની યાદ માટે ચોકનું નામ આઝાદ ચોક રાખવામાં આવ્યું છે. આજ સુધી અહીં કયારેય ધ્વજવંદન થયું નથી. પ્રથમ વખત અહીં ધ્વજ વંદન થશે.આ કાર્યક્રમને સફળ બનાવવા નરેશ સાંસીયા, રાજેશ શ્રીવાસ્તવ, મુઝમ્મીલ મહિડા, મન્સુર શાહમદર જહેમત ઉઠાવી રહ્યાં છે.

Also Read : રાજ્યના દરેક જિલ્લાઓમાં તા.9મી મે, સુધીમાં કોરોના ની શુ સ્થિતિ છે, તેના પર એક નજર કરીએ…