અમદાવાદમાં કોરોના 5,260 કેસ સાથે રાજ્યના બીજા જિલ્લાઓની તા.8મી મેં, સુધીની કોરોનાની સ્થિતિ જાણીએ

કોરોના

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 388 દર્દીઓ સામે આવ્યા છે, તો દેશમાં પણ આજે ફરી 3,500થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં ગુજરાત અમે ભારતના કોરોના સંબંધિત આંકડાઓ આપેલા છે, તેના પર એક નજર નાખીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 8મી મે, 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 56,342 (નવા 3,390 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 37,916 (નવા 2,014 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 16,540 (વધુ 1,273 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,886 (વધુ 103 દર્દીઓનું મૃત્યુ થયું.)

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. જે હાલ કોરોના પોઝીટીવ કેસના લિસ્ટમાં દેશમાં બીજા ક્રમાંકે છે. આજરોજ તા.8મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં રાજ્યમાં 390 નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 7,400ને પાર થઈ ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 8મી મે, 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 7,403 (નવા 390 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,082
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,872 (વધુ 163 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 449 (વધુ 24 લોકોના મૃત્યુ થયા)

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 0
 • મૃત્યુઆંક: 0

કોરોના

Also Read : Need to know facts on Republic Day 2018