Junagadh News: જૂનાગઢ યાર્ડમાં ગત શનિવારે 1.54 લાખ કિલો સોયાબીનની આવક થઇ, પ્રતિ મણ રૂ.880 થી 950 ભાવ રહ્યો.
- જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દરરોજ સારા પ્રમાણમાં જણસીની આવકની સાથે ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે.
- જેમાં ગત શનિવારે તુવેરની 37,700 કિલોની આવક સાથે 20 કિલોના ભાવ રૂ.2229 રહ્યા હતા.
- ઉપરાંત ધાણાની 22,700 કિલો આવક સાથે 20 કિલોના ભાવ રૂ.1100 થી 1404 રહ્યા હતા, જ્યારે તલની 37,700 કિલોની આવક થઇ હતી.
- જ્યારે સૌથી વધારે સોયાબીનની 1.54 લાખ કિલોની આવક સાથે 20 કિલોના ભાવ રૂ.880 થી 950 રહ્યા હતા.
- આમ, દરરોજ યાર્ડમાં જણસીની આવક થતાં હરરાજીમાં એક્ષ્પોર્ટરો જોડાવવાથી સારા પ્રમાણમાં જણસીની આવકની સાથે ખેડૂતોને મણના ભાવ પણ સારા મળી રહ્યા છે.