Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકા ખાતે કણજડી ગામમાં ગ્રામજનોને વીમા…

Junagadh News
Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકા ખાતે કણજડી ગામમાં ગ્રામજનોને વીમા યોજના હેઠળ આવરી લેવા કેમ્પનું આયોજન થયું.
– જૂનાગઢ જિલ્લામાં આવેલ વંથલી તાલુકાનાં કણજડી ગામે લોકોને વીમા સહાય યોજના હેઠળ આવરી લેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
– આ કેમ્પ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, વંથલી અને SBI લીડ બેંક, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.
– કેમ્પ અંતર્ગત ગ્રામજનોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના હેઠળ મળતા લાભોથી વાકેફ કરાયા હતાં.
– ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના હેઠળ માત્ર વાર્ષિક 436 રૂપિયાનાં પ્રીમિયમનો લાભ 18 થી 50 વર્ષના લોકો મેળવી શકે છે.
– જ્યારે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક 20 રૂપિયાનાં પ્રીમીયમનો લાભ 18 થી 70 વર્ષનાં લોકો મેળવી શકે છે.
– આમ, આ રીતે ભારત સરકારની યોજના લોકોને મદદરૂપ થાય છે.
– કેમ્પમાં લીડ બેંક મેનેજર, એફએલસી અને જિલ્લા મેનેજરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.