કોરોના ની કપરી સ્થિતિ વચ્ચે એક રાહતના સમાચાર! દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા 1 લાખને પાર

કોરોના

ભારત દેશ કોરોના સામેની મહામારીમાં સૌથી સારી રીતે ટક્કર આપવામાં આગ્રેસર છે. કારણ કે અન્ય દેશોની સરખામણીમાં આપણાં દેશની જન સંખ્યાની સરખામણીએ કોરોના વાઇરસના પોઝીટીવ કેસના આંકડા ખૂબ કાબુમાં જણાઈ રહયા છે અને સાથે જ રિકવર થતા લોકોની સંખ્યામાં પણ જોરદાર વળજારો નોંધાઇ રહ્યો છે, ત્યારે અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ વિશે માહિતી મેળવીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

●તારીખ: 3જી જૂન, 2020
●સમય: સવારે 8:00 વાગ્યા સુધી
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,07,615 (નવા 8,909 કેસ ઉમેરાયા)
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,01,497 (નવા 3,916 કેસ ઉમેરાયા)
●કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,00,303 (વધુ 4,776 દર્દીઓ રિકવર થયા.)
●કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 5,815 (વધુ 217 દર્દીઓનું મૃત્યુ થયું.)

ભારત બાદ હવે ગુજરાતની કોરોના સંબંધિત માહિતી મેળવીએ. ગુજરાતમાં પણ કોરોનાના વધતા કેઝની સાથોસાથ રિકવર થતા દર્દીઓની સંખ્યા સારા પ્રમાણમાં જોવા મળી રહી છે. અહીં ગુજરાતના કોરોનાના આંકડાઓ દર્શાવ્યા છે, તેના પર એક નજર કરીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

તારીખ: 3જી જૂન, 2020
●સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 18,117 (નવા 485 કેસ નોંધાયા)
●કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,783
●કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 12,212 (વધુ 318 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
●કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,122 (વધુ 30 લોકોના મૃત્યુ થયા.)

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

●તારીખ: 3જી જૂન, 2020
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 30
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
●મૃત્યુઆંક: 1

Also Read : Aapdo Avaaj