Junagadh News : નવનિર્મિત પારસધામ ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પવિત્ર ચાર્તુમાસનો પ્રારંભ થયો.

Junagadh News
Junagadh News : નવનિર્મિત પારસધામ ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પવિત્ર ચાર્તુમાસનો પ્રારંભ થયો.
  • જૈન ધર્મનાં પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતની ગોદમાં પણ ચાતુર્માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે.
  • જે અંતર્ગત ગત રવિવારનાં રોજ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજનાં સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ‘ગિરનાર વંદનમ વર્ષાવાસ’ માટે પધારેલા આદિ છ સંતો અને આદિ સાધ્વી વૃંદનાં ચાતુર્માસ મંગલ પ્રવેશ માટે અને ગુરૂ ભગવંતનાં વધામણાં કરવા માટે સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જેમાં દેશ-દેશાવરનાં હજારો ભક્તો, ભારતનાં સંઘ પ્રતિનિધિઓ અને ચતુર્વિધ સંઘની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.
  • સમગ્ર ચાતુર્માસ દરમ્યાન નમ્રમુનિ મહારાજનાં સાનિધ્યમાં આરાધના, અનુષ્ઠાન, શિબિર વગેરે જેવા પ્રેરણાત્મક કાર્યક્રમો યોજાશે.
  • આ પ્રસંગે ખાસ બસ દ્વારા ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી ભક્તો આવ્યાં હતા.
  • આ ચાતુર્માસ દરમ્યાન અધિકમાસ પણ હોવાથી ભક્તોને ગુરૂદેવનાં સાનિધ્યમાં પાંચ માસ સુધી કલ્યાણકારી વિવિધ લાભ પ્રાપ્ત થશે.

Junagadh News

Junagadh News