સાસણ ગીર ખાતે આજે 3 માર્ચ એ વિશ્વ વન્ય જીવ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ગીર અભ્યારણના વિકાસમાં રૂા.15 કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષના વિશ્વ વન્યજીવ દિવસની થીમ “Big Cats Predators under threat” એટલે કે “મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ”ની રાખવામાં આવી છે.
રાજ્યમાં 513 પ્રજાતિઓના પક્ષીઓ, 114 પ્રજાતિઓના સરીસૃપો અને ઉભયજીવી જાતો, 111 પ્રજાતિના સસ્તન પ્રાણીઓ અને 7000થી વધારે પ્રજાતિઓના કીટકો અને મૃદુકાય જીવો જોવા મળે છે ત્યારે તેમની સાથે ચિત્તા, કલાઉડેડ લેપર્ડ, દિપડો, સિંહ, વાઘ જેવા શિકારી વન્યજીવોના સંવર્ધન સંરક્ષણ માટેના ઉપાયો તેમજ જાગૃતિ સંદર્ભે ચર્ચા વિચારણા આ સેમીનારમા થઈ હતી.તેમાં મળેલ અન્ય માહિતી મુજબ,
● કેન્દ્રીય વન વિભાગની એપ્લીકેશન ‘હર્ષવર્ધન’ દ્વારા લોકો વિનામૂલ્યે વન પર્યાવરણ જાગૃતિ અંગેના 500થી વધુ કામો કરી શકે છે.
● આગામી તા.5મી જૂન 2018ના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતમાં ભારતમાં કરાશે.
● દુર્લભ પ્રાણી સંરક્ષણ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં 4-રાષ્ટ્રીય ઊદ્યાનો, 23 અભ્યારણો. 1- કન્ઝર્વેશન રિઝર્વ સહિત 17330 ચો.કિ.મી. વિસ્તાર વન્યપ્રાણી રક્ષિત વિસ્તાર છે.
Also Read : એક જ રાતમાં નોંધાયા 92 કોરોના કેસ! ફરી ગ્રાફ ઉચકાયો…આજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ