એક જ રાતમાં નોંધાયા 92 કોરોના કેસ! ફરી ગ્રાફ ઉચકાયો…આજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ

કોરોના

ફરી એક રાતમાં નવા 98 કેસ ઉમેરાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના ગ્રસ્તનો આંકડો 1,000ને પાર થઈ ચૂક્યો છે. આ સાથે જ જાણવા મળ્યું કે, ગુજરાતમાં પણ અમુક જગ્યાએ લોકડાઉનનો ભંગ કરીને લોકો બહાર નીકળે છે. જેના કારણે કોરોનાના સંક્રમણને કાબુમાં લાવવું ખૂબ અઘરું બની ગયું છે. જો આ રીતે જ રહ્યું તો ભારતની હાલત પણ અમેરિકા કે ઇટલી જેવા બીજા દેશો જેવી થઈ જશે.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 17મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 13,387 (જેમાં 11,201 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,749
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 437

Coronavirus death in Mumbai: 63-year-old man is India's 3rd death ...

ગુજરાતમાં હવે કોરોનાનો આંકડો 1,000ને પાર થઈ ચૂક્યો છે. જેથી કહી શકાય કે, બીજા રાજ્યોની માફક ગુજરાત પણ હવે કોરોના પોઝિટિવ આંકડાઓની હોડમાં આગ્રેસર રહેવા માંડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 17મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,021 (જેમાં 909 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 74
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 38

કોરોનાથી બચવું એ આપણા હાથમાં જ છે. હજુ પણ ઘણા લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યા વગર બહાર નીકળે છે અને કોરોનાને સંક્રમિત થવામાં મદદ કરે છે. જો આપણે જ નહીં સમજીએ તો આ મહામારીનો સમલો નહિ કરી શકીએ.

હવે વાત કરીએ આપડા જૂનાગઢ જિલ્લાની. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ કેસોને લેબોરેટરીમાં મોકલવામાં પણ આવ્યા, પરંતુ સદનસીબે હજી સુધી કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : સાસણ ગીર ખાતે આજે 3 માર્ચ એ વિશ્વ વન્ય જીવ દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું