Junagadh News : હર શિખર તિરંગા’ અભિયાન સાથે આવેલા કર્નલ રણવીરસિંહ જામવાલે ગોરખનાથ શિખર પર તિરંગો લહેરાવ્યો!

Junagadh News : હર શિખર તિરંગા’ અભિયાન સાથે આવેલા કર્નલ રણવીરસિંહ જામવાલે ગોરખનાથ શિખર પર તિરંગો લહેરાવ્યો!
  • કર્નલ રણવીરસિંહ જામવાલ આર્મીમેન હોવાની સાથે એક ઉમદા પર્વતારોહક છે; જેઓએ ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે અને સાત મહાદ્વીપોના ઊંચા પર્વતોનું સફળતાપૂર્વક અવરોહણ કરીને Seven Summits સર કર્યું છે.
  • કર્નલ જામવાલની સાથે રાષ્ટ્રીય પર્વતારોહણ અને સાહસિક ખેલ સંસ્થાન (NIMAS) ના પર્વતારોહકો દેશના દરેક રાજ્યના ઊંચા શિખર પર તિરંગો લહેરાવવાની નેમ સાથે ‘હર શિખર તિરંગા’ અભિયાન પર નીકળ્યા છે.
  • આજરોજ તા.10 ઓગસ્ટના રોજ કર્નલ રણવીરસિંહ જામવાલે પોતાની ટીમ NIMAS અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢના માનદ ઈન્સ્ટ્રક્ટરો તથા રાજ્યના પર્વતારોહી ભાઈઓ અને બહેનોએ સાથે જોડાઈને વહેલી સવારે ગિરનારના ઉચ્ચ ગોરખનાથ શિખર પર તિરંગો લહેરાવી તિરંગાની શાન વધારી હતી.
  • તેઓ દ્વારા ગત મે મહિનામાં અરુણાચલ પ્રદેશથી શરૂ કરવામાં આવેલ ‘હર શિખર તિરંગા’ અભિયાન આગામી ઓક્ટોબર સુધી ચાલશે.
  • જે દરમિયાન તેઓ હજુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં જઈને ત્યાંનાં ઊંચા પર્વતો પર તિરંગો લહેરાવશે!
  • આ અભિયાનનો હેતુ લોકોમાં રહેલી દેશભક્તિને જાગૃત કરવાનો, રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતતા અને પર્વતારોહકોમાં રહેલ સાહસિકતાના ગુણને વિકસાવવાનો છે.