કોરોના : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંકમાં થયો મોટા પ્રમાણમાં ઘટાડો…

કોરોના

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના નો કહેર વધતો જઈ રહ્યો છે. લોકો હજી પણ ગંભીરતાથી સોશ્યલ ડિસ્ટનસિંગનું યોગ્ય પાલન નથી કરતા. જેના પરિણામે હાલ રાજ્યમાં આટલા કેસ વધી ગયા છે. જો કે સરકારશ્રી અને તંત્ર દ્વારા જે પણ પગલાં ખોવાઈ રહ્યા છે, તેના કારણે કોરોનાની સ્થિતિ ઘનેખરે અંશે કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસની સરખામણીએ આજે ગુજરાતના મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે,

કોરોના

હવે અહીં ગુજરાતમાં તા.6ઠ્ઠી જૂન સુધીમાં કોરોનાના આંકડાની શુ સ્થિતિ છે તેના પર એક નજર કરીએ. ગુજરાતમાં વધતા કેસની સામે ઘટેલું મૃત્યુઆંકનું પ્રમાણ કંઈક સારા એંધાણ આપે છે અને સાથે જ કોરોના સામેની જંગ જીતી જવાની આશાની પણ જીવંત રાખે છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 6ઠ્ઠી જૂન, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 19,617 (નવા 498 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,918
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 13,324(વધુ 313 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,219 (વધુ 19 લોકોના મૃત્યુ થયા.)

Tamil Nadu: Doctor who came in contact with COVID-19 patient, baby ...

ગુજરાત અને કોરોનાના આંકડા જાણ્યા બાદ ચલો હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓની માહિતી મેળવીએ. ગત 24 કલાકમાં જૂનાગઢમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જેથી જુનાગઢવાસીઓમાં થોડી રાહત જોવા મળી છે. આ સાથે જ અત્યાર સુધીમાં જૂનાગઢમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

કોરોના

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તારીખ: 6ઠ્ઠી જૂન, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 31
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
  • મૃત્યુઆંક: 1

Also Read : Kadvabhai Muljibhai Thummar, whose age is 114, will be voting in this year’s election along with his 4 generations.