જૂનાગઢ મહાનગર પાલિકા એ ઓક્ટોબર-૧ વિશ્વ વૃદ્ધ દિન ના નિમિતે શહેર ના ઘર વિહોણા બાળકો તથા મહિલાઓ માટેનું આશ્રય સ્થાનનું લોકર્પણ, માન. ડે. મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, શાસક પક્ષ નેતાશ્રી પુનિતભાઈ શર્મા, દ્વારા શેહરીજનો ને લોકાર્પણ.
આ આશ્રય સ્થાન માં ૨૫ જેટલા વ્યક્તિઓ નો સમાવેશ થાય તેવી સુવિધા કાર્યરત કરવા માં આવેલી છે સાથે સાથે આ આશ્રય સ્થાન ૨૪ કલાક ચાલુ રહેશે. આ આશ્રય સ્થાન માં કોઈ પણ ડોક્યુમેન્ટ વગર પ્રવેશ આપવા માં આવશે. આ કાર્યક્રમ માં SBI Bank દ્વારા વૃદ્ધ મહિલાઓ માટે સ્ટ્રેચર તેમજ વ્હીલચેર આપવા માં આવેલ છે. આ તકે રેવેન્યુ ટેક્સ સુપ્રિ.કલ્પેશભાઈ ટોલીયા, વૃદ્ધાશ્રમ સુપરવાઈઝર રઘુભાઇ વસવેલીયા, શોપ ઇન્સ્પેક્ટર વિરલભાઈ જોશી, ઓફિસ સુપ્રિ. શ્રી જીગ્નેશભાઈ પરમાર, પ્રોજેક્ટ ઓફિસર શ્રી કાજલબેન લાખાણી, NULM મેનેજરશ્રી નિશાબેન ધાધલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Also Read : 46 લોકોએ આપી કોરોનાને મ્હાત! એ સાથે જાણીએ કોરોના પોઝીટીવ અને એક્ટિવ કેસના આંકડા…