46 લોકોએ આપી કોરોના ને મ્હાત! એ સાથે જાણીએ કોરોના પોઝીટીવ અને એક્ટિવ કેસના આંકડા…

કોરોના

કોરોના : જૂનાગઢમાં સતત વધતા કેસ વચ્ચે એક સુખદ સમાચાર આવ્યા છે. જૂનાગઢમાં ગત 24 કલાકમાં રેકોર્ડબ્રેક 46 લોકો રિકવર થઈ ચુક્યા છે. જેનાથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે. જો કે સાથે નવા કેસનો ઉમેરો થયો છે. નવા આવેલા કેસ અને રિકવર થયેલા લોકોના આંકડાઓ સાથે જૂનાગઢ જિલ્લામાં હાલ.કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ, પરંતુ તે પહેલાં સમગ્ર ગુજરાત સહિત ભારતના કોરોનાના આંકડાઓ પર એક નજર કરીએ.

સૌ પ્રથમ ભારતના કોરોનાના આંકડાઓ પર એક નજર કરીએ, તો જણાય છે કે, છેલ્લા 24 કલાક બાદ અધધ 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધી નોંધાયેલ કેસમાં સૌથી વધુ કેસ છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નોંધાયેલા કેસ સાથે હાલ સમગ્ર ભારતમાં કોરોનાનો આંક 8 લાખની નજીક પહોંચવા આવ્યો છે. આ સાથેના અન્ય આંકડાઓ નીચે મુજબ છે.

ભારતના કોરોનાના આંકડા:

 • તારીખ: 10મી જુલાઈ, 2020(શુક્રવાર)
 • સમય: સવારે 08 વાગ્યા સુધી
 • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 7,93,802 (વધુ 26,506 નવા કેસ ઉમેરાયા)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4,95,513 (વધુ 19,135 લોકો રિકવર થઈ ગયા)
 • કુલ મૃત્યુઆંક: 21,604 (વધુ 475 લોકોનું દુઃખદ અવસાન થયું)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2,76,685

કોરોના

ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે ગુજરાતના કોરોનાના આંકડા વિશે જાણીએ. ગુજરાતમાં પણ ગઈ કાલે રેકોર્ડબ્રેક 861 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સાથે ગુજરાતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 39 હજારને પાર થઈ ચૂકી છે. આ સાથે કેટલા લોકો રિકવર થાય તે સાથેની તમામ વિગત નીચે મુજબ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

 • ●તારીખ: 9મી જુલાઈ 2020(ગુરુવાર)
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 39,280 (નવા 861 કેસ નોંધાયા)
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 27,742 (વધુ 429 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,010 (વધુ 15 લોકોના મૃત્યુ થયા.)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 9,528

કોરોના

ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે જૂનાગઢના આંકડાઓ તરફ પરત ફરીએ. જૂનાગઢમાં ગઈકાલે વિક્રમજનક રીતે 46 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જે ખરેખર રાહતના સમાચાર છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાંથી જૂનાગઢ શહેરના 14 દર્દી અને અન્ય તાલુકામાંથી 4 દર્દી નોંધાયા છે.

આ સાથે જ કાલના દિવસે વધુ 2 કોરોના દર્દીના દુઃખદ અવસાન થયેલ છે. નવા નોંધાયેલા કેસ સાથે હાલ જૂનાગઢ જીલ્લામાં કોરોનાની સ્થિતિ નીચે દર્શાવ્યા મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

કોરોના

 • તારીખ: 9મી જુલાઈ, 2020 (ગુરુવાર)
 • સમય: 6:00 PM
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 213
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 68
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 139
 • મૃત્યુઆંક: 6

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 36 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 249 ગણવામાં આવે છે.

Also Read : જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કદમ