મિનીકુંભ ની મજા માણવા આવનારા યાત્રિકો માટે એસ.ટી.તંત્ર કરશે કઇંક આ પ્રકારની વ્યવસ્થા

મિનીકુંભ

મિનીકુંભ : જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતા મહાશિવરાત્રીમેળાની આ વર્ષે મિનીકુંભ તરીકે ઉજવણી થનાર છે, ત્યારે આ વર્ષે મેળાનો આનંદ લેવા આવનાર યાત્રિકોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.આ અંગે એસ.ટી. વિભાગ અત્યારથી સજ્જ થઈ ગયું છે. જુનાગઢ એસ.ટી. ડિવિઝનલ કંટ્રોલર રણદીપસિંહવાળાએ જણાવ્યુ હતું કે આ વર્ષે32 મિની બસ સહિત કુલ 225 બસો દોડાવવામાં આવશે. Mini Kumbh

Mini Kumbh

27 ફેબ્રુઆરીથી મેળાની શરૂઆત થનાર છે, આમાટે એસ.ટી.ના ડેપોમાંથી સ્પેશિયલ બસો દોડાવવામાં આવશે.જેમાં બસો જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી દોડશે. શ્રદ્ધાળુઓ માટે દોડનારી આ બસોનું ભાડું ફક્ત 20 રૂપિયા હશે. 4માર્ચ સુધી યોજાનારા મેળામાં જ્યાં સુધી યાત્રિકોનો ધસારો હશે ત્યાં સુધી બસોની સેવાચાલુ રહેશે.

મિનીકુંભ

આ કામગીરી માટે કુલ 500થી વધુ એસ.ટી.કર્મીઓને ફરજ સોંપવામાં આવશે.એસ.ટી. દ્વારા થતી આ સેવાથી લોકોને ઘણી સહેલાઈ રહેશે, તેમજ ટ્રાફિક સમસ્યાઓ પણ બહુ નડશે નહીં. જૂનાગઢથી જેતપુર, પોરબંદર, વેરાવળ,રાજકોટ,ધોરાજી, સત્તાધાર, ઉપલેટા વગેરે ગામો સુધી એસ.ટી.બસો દોડશે જેથી બહારગામથી આવનાર યાત્રિકોને મુશ્કેલી ન ભોગવવી પડે…

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : સલમાન-કેટરીના ની ભારત ફિલ્મ મચાવી રહી છે ધૂમ, સૌથી મોટું ઓપનિંગ કરીને બનાવી દીધો આ રેકોર્ડ!