“ભક્ત કવિ નરસિંહ મેહતા ની નગરી એટલે કે જૂનાગઢ માં મોરારી બાપુ ની નરસિંહ મેહતા એવોર્ડ માં વિશેષ ઉપસ્થિતિ”

મોરારી બાપુ

“ભક્ત કવિ નરસિંહ મેહતા ની નગરી એટલે કે જૂનાગઢ માં મોરારી બાપુ ની નરસિંહ મેહતા એવોર્ડ માં વિશેષ ઉપસ્થિતિ”
શરદપૂનમની સાંજે ગિરનાર ની તળેટી માં સ્થિત રૂપાયતન ધામ ખાતે ગુજરાત અને દેશ ના કવિઓ, પ્રબુદ્ધ શ્રેષ્ઠિજનો, સાહિત્યકારો, નરસૈયા ના ભક્તો ની ઉપસ્થિતિ માં ૨૪મોં નરસિંહ મેહતા એવોર્ડ યોજાયો હતો. આ સમારોહ માં વિશ્વ પ્રસિદ્ધ સંત શ્રી મોરારીબાપુ ની વિશેષ ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરાયો હતો.
નરસિંહ મેહતા એવોર્ડ -૨૦૧૭ ગુલામ મહમ્મદ શેખ અને દલપત પઢીયારને અર્પણ કરવા માં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભીખુદાનભાઈ ગઢવી, મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, અગ્રણી કોર્પોરેટોર સંજયભાઈ કોરડીયા, એડવોકેટ કે.બી. સંઘવી, કેષાધ્યક્ષ હરિશ્ચન્દ્ર જોશી, હર્ષદ ચંદારાણાની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

મોરારી બાપુ મોરારી બાપુ

Also Read : ત્રણ દિવસના અવિરત વરસાદથી જૂનાગઢ જિલ્લાના આ ડેમો થયાં ઓવરફ્લો, જાણો વિગતવાર માહિતી…