જૂનાગઢમાં સતત 13માં વર્ષે યોજાશે ભવ્ય ‘કન્ઝયુ મેલા’

  • રોટરી ઈન્ટરનેશનલ દુનિયાભરમાં લગભગ 212 દેશોમાં 13+ લાખ સદસ્યોની સાથે દુનિયાનો સૌથી મોટો NGO ક્લબ છે. આ ક્લબ સમાજસેવાની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે સમાજસેવમાં ઉપયોગી ફંડને એકત્ર કરવા છેલ્લા 12 વર્ષોથી રોટરી ક્લબ દ્વારા એક વ્યાપાર મેળાનું આયોજન થાય છે. આ વ્યાપાર મેળો એટલે ‘કન્ઝ્યુ મેલા’. છેલ્લા 12 વર્ષોની ભવ્ય સફળતા બાદ સતત 13માં વર્ષે ભવ્ય ‘કન્ઝ્યુ મેલા’નું આયોજન આપણાં જૂનાગઢમાં થવા જઈ રહ્યું છે.
  • આ ‘કન્ઝયુ મેલા’ તા. 21 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી યોજવામાં આવશે. જેનો મુલાકાત સમય સવારે 10 વાગ્યા થી સાંજે 10 વાગ્યા સુધીનો રહેશે. આ ભવ્ય વ્યાપાર મેળો જૂનાગઢના શ્રીભૂતનાથ મંદિરના ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે.
  • આ કન્ઝ્યુ મેળાનું આયોજન છેલ્લા 12 વર્ષોથી થતું આવે છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સમાજસેવા કરવા માટેનો ફંડ એકત્ર કરવાનો છે. આ મેળો ઘણો લોકપ્રિય બનતો આવ્યો છે અને દરવર્ષે 50000 થી વધુ લોકો આ કન્ઝ્યુ મેળાની મુલાકાત માટે આવે છે. આ વ્યાપાર મેળામાં અનેકવિધ કંપનીઓ, ઉત્પાદકો, ફર્નિચર બ્રાન્ડ, ઓટોમોબાઇલ્સ, હોમ એપ્લાયન્સ, ફાયનાન્સ કંપની, એજ્યુકેશન ફિલ્ડ વગેરે જેવા વિભિન્ન ક્ષેત્રો આ મેળામાં ભાગ લઈ લોકોને તેમની સેવાઓથી માહિતગાર કરે છે. આ ઉપરાંત મેળામાં કેફેટેરિયા એરિયામાં ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવે છે.
  • રોટરી ક્લબ દ્વારા જૂનાગઢના 20000 પરિવારોને મફતમાં પ્રવેશ આપવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ, ડોકટરો, બિલ્ડરો, વેપારીઓમાં ફ્રી એન્ટ્રી પાસ(ચાર વ્યક્તિઓ માટે)નું વિતરણ કરવામાં આવે છે. આ કન્ઝયુ મેળો રોટરી ક્લબ ઓફ જૂનાગઢના સેવાભાવી સભ્યો મહેનત કરીને ધંધાના વિકાસ માટે એક નવી દિશા આપે છે. અનેકવિધ માધ્યમોની મદદથી અને સહકારથી રોટરી ક્લબ ઓફ જૂનાગઢ છેલ્લા 63 કરતા પણ વધારે વર્ષોથી સમાજ સેવાના કાર્યો કરતું આવે છે. આ કન્ઝયુ મેળાના આયોજનમાં આપ દરવર્ષની જેમ ઉત્સાહપૂર્વક ભાગ લેશો તે અપેક્ષિત છે.