જૂનાગઢ ના ડુંગરપુર ગામે ૩૦૦ શ્રમજીવીઓ દ્વારા થતી મનરેગા હેઠળની જળ સંચયની કામગીરી

જૂનાગઢ

જૂનાગઢ : મનરેગા હેઠળ ડુંગરપુર ગામ પાસે ખાણ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ૩૦૦થી વધું મહિલા શ્રમજીવીઓ મશીનરીના ઉપયોગ વગર શ્રમદાન કરી રહી છે. આ તળાવમાંથી માટી કાઢી પાળો મજબુત કરવામાં આવી રહયો છે.

જૂનાગઢ

આ કામગીરી અંગે શ્રમજીવી મહિલા શ્રી મધુબેન મકવાણાએ કહયું કે, મનરેગા હેઠળ તળાવને ઉંડુ કરવાના કામમાં તેમને પ્રતિદિન રૂ.૧૯૨ રોજગારી મળી રહી છે. રોજગારીની સાથે તળાવ ઉંડુ થતા ગામના પાણીના તળ ઉંચા આવશે. આ જ રીતે શ્રી રસીલાબેને કહયું કે રાજય સરકાર દ્વારા ચાલતી જળ સંચયની કામગીરીને લોકોએ આવકારી છે. ડુંગરપુરમાં થતા તળાવ ઉંડુ કરવાના કામમાં બહેનોને રોજગારી મળે છે. સામેપક્ષે તળાવ ઉંડુ થતા પાણીનો આગામી ચોમાસામાં વધું સંગ્રહ થશે. ગામના ઉપસરપંચ શ્રી વાઘજીભાઇ ધરમશીભાઇએ કહયું કે જળ સંચય અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા ડુંગરપુરમાં જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે.

એજ રીતે ગ્રામજ શ્રી આરબ ઇમ્તિયાઝભાઇએ કહયું કે, ગામમાં મનરેગા યોજનાથી રોજગારી તો મળે છે, સાથે સાથે તળાવને ઉંડુ ઉતારવાના કામને લીધે પાણીનો સંગ્રહ થશે.ટેકનીકલ આસીસ્ટન્ટ શ્રી શકિતભાઇ ચાવડાએ કહયું કે ડુંગરપુર ગામે ૩૦૦થી વધું મહિલાઓ મનરેગા યોજના હેઠળ તળાવને ઉંડુ કરવા શ્રમદાન કરી રહી છે. મજુરોના બાળકો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામ પૂર્ણ થતા આગામી ચોમાસામાં પાણીનો સંગ્રહ થશે.

Also Read : Why you should Watch Hellaro atleast twice!