01 ઓક્ટોબરના દિવસને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વેજીટેરિયન ડે (World Vegetarian Day) તરીકે મનાવવામાં આવે છે; ત્યારે આવો આજના દિવસે આપણે આ વિશેની કેટલીક મહત્વની વાતો જાણીએ.
શું તમે જાણો છો કે;
શાકાહારી ખાદ્યવસ્તુઓ પર મારવામાં આવતો
આ સિમ્બોલ (ટ્રેડમાર્ક)
ક્યારથી પ્રચલનમાં આવ્યો?
વેજીટેરિયન સોસાયટી એ યુનાઈટેડ કિંગડમ સ્થિત એક બ્રિટિશ રજિસ્ટર્ડ સંસ્થા છે; જેને 30 સપ્ટેમ્બર, 1847 માં શાકાહારને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરવામાં આવી.
જે બાદ વેજીટેરિયન ટ્રેડમાર્કને સૌપ્રથમ વર્ષ 1986 માં લોકોને શાકાહાર પ્રત્યે જાગૃત કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યો હતો.
આ વેજીટેરિયન સોસાયટી દ્વારા અમલમાં મુકાયેલ વેજીટેરિયન ટ્રેડમાર્ક અંતર્ગત તેમના એક્સપર્ટસ દ્વારા જે તે ખાદ્યવસ્તુના બધા જ ઘટકો અને તેનું ઉત્પાદન કઈ રીતે થાય છે, તે માહિતી તપાસવામાં આવે છે. જેથી ગ્રાહકને તે વસ્તુ ખરીદતા પહેલા વિચારવું નથી પડતું કે; તેમાં ઉમેરવામાં આવેલ ઘટકોની તપાસ નથી કરવી પડતી!
આમ, ગ્રાહક જે તે વસ્તુ પર લગાવવામાં આવેલ વેજીટેરિયન ટ્રેડમાર્ક જોઈને તે વસ્તુ 100% શાકાહારી છે, તે વિશ્વાસપૂર્ણ રીતે નક્કી કરી શકે તે માટે વેજીટેરિયન ટ્રેડમાર્ક લગાવવામાં આવે છે.
ઘણા લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે; પ્રોટીન કે વિટામિન જેવા તત્વો માંસાહારથી જ વધુ પ્રમાણમાં મેળવી શકાય છે! જેથી કરીને માંસાહાર અણગમતું હોવા છતાં તેને તે વ્યક્તિ પોતાના આહારમાં લેતા હોય છે!
પરંતુ વાસ્તવિકતા તદ્દન જુદી જ છે.
એક અભ્યાસ પ્રમાણે; પ્રોટીન ઈંડામાંથી 13.3 ગ્રામ અને મરઘીમાંથી 25.9 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે; જેની સાપેક્ષે તો સોયાબિનમાં 43.2 ગ્રામ જેટલું પ્રોટીનનું પ્રમાણ હોય છે. જ્યારે મગ, તુવેર, અડદ, મસૂર, વાલ વગેરે કઠોળમાંથી પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે.
વિટામિન બી12 જેવા પોષક તત્વો ઈંડામાંથી 0.6 માઇક્રો ગ્રામ્સ; જ્યારે દૂધમાંથી 1.1 માઇક્રો ગ્રામ્સ અને દહીંમાંથી 1.2 માઇક્રો ગ્રામ જેટલું વિટામિન બી12 મળી રહે છે.
આયર્ન આપણાં શરીર માટે અતિમહત્વનું પોષકતત્વ છે; જે માછલી અને ઈંડામાંથી વધુ મળે છે, તેવી માન્યતા લોકોમાં પ્રવર્તે છે! પણ એવું નથી, પાલકમાં આયર્નનું પ્રમાણ 6.4 માઇક્રો ગ્રામ, રાજમામાંથી 5.2 માઇક્રો ગ્રામ અને મશૂરમાંથી 6.6 માઇક્રો ગ્રામ જેટલું આયર્ન મળી રહે છે; જેની સાપેક્ષે ઈંડામાંથી 0.2 માઇક્રો ગ્રામ અને મરઘીમાંથી 1.2 માઇક્રો ગ્રામ આયર્ન મળી રહે છે.
તો આપણા શરીરને જરૂરી પોષક તત્વો માત્ર માંસાહારના સેવનથી જ મળી શકે એવું નથી; માટે સાચું અપનાવીએ, સ્વસ્થ રહીએ!
World Vegetarian Day