ભાઈબીજ : ભાઈ-બહેનના સ્નેહનો અનોખો તહેવાર

ભાઈબીજ

ભાઈબીજ : દિવાળી તો સડસડાટ આવી એવી ગઈ પણ દિવાળીનો તહેવાર હજુ પૂરો નથી થયોદિવાળીએ રાષ્ટ્રના સૌથી વધુ પ્રિય તહેવારોમાંનો એક તહેવાર છે કારણ કે,  તહેવાર  બીજા સમૃદ્ધ તહેવારનો સમૂહ છેદિવાળીના તહેવારની તૈયારીઓ અને ઉજવણીઓ લગભગ નવરાત્રી પુરી થયાં બાદ તરત  શરૂ થતી હોય છેદિવાળીનો  તહેવાર વાઘબરસધનતેરસકાળીચૌદશદિવાળીનવું વર્ષ અને ભાઈબીજ જેવા દિવસોનો સમૂહ છેજે આપણી સંસ્કૃતિ અને સ્નેહીજનોસાથે જોડતી એક અદ્દભુત કડી છે.ભાઈબીજઆજે આપણે વાત કરશું ભાઈબહેનનાં પવિત્ર પ્રેમને વરસાવતો તહેવાર એટલે કે ભાઇબીજભાઈબીજ  ભારતમાં સૌથી સુપ્રસિદ્ધ અને ભારતભરમાં ઉજવાતો તહેવાર છેજેમાં બહેનો તેમના ભાઈઓ માટે દીર્ઘાયુ અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના યમરાજ પાસે કરે છે તહેવારને ભાઈબીજભાઈદુજયમદ્વિતીયા અને તિલક તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.ભાઇબીજ ભાઈ અને બહેન વચ્ચેના સુંદર સંબંધનું સ્મરણ કરે છે તહેવાર દેશભરમાં ઘણી જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે પણ તેમાં મુખ્ય વિધિ તિલક સમારંભ હોઈ છે  જેમાં બહેન તેમનાં ભાઈના કપાળે તિલક કરે છે અને તેમની સુખમય જીવન માટે પ્રાર્થના કરે છેબદલામાં ભાઈઓ તેમની બહેનોને દુષ્ટ દળોથી બચાવવા માટે પ્રતિજ્ઞા અને અનેકવિધ ભેટો આપે છેબહેનો તેમના ભાઈઓને લાડું અને બરફી જેવી વિવિધ મીઠાઈઓ ખવડાવી પ્રેમ વરસાવે છે.

ભાઈબીજનું પૌરાણિક મહત્વ

એક લોકપ્રિય દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રાની મુલાકાત લીધીસુભદ્રાએ તેમને મીઠાઈઓ અને ફૂલોથી આવકાર આપ્યોશ્રીકૃષ્ણના કપાળ પર બહેન સુભદ્રાએ પ્રેમપૂર્વક તિલક કર્યુંસુભદ્રાના  ખાસ આદરસત્કારથી શ્રીકૃષ્ણના હૃદય ભાવવિભોર અને આનંદિત થયું અને શ્રીકૃષ્ણએ સુભદ્રાને દૈત્યોથી બચાવવાનું વચન આપ્યું.

ભાઈબીજ તહેવારને દેશના કેટલાક ભાગોમાં યમદ્વિતીયા પણ કહેવામાં આવે છેએક અન્ય લોકપ્રિય દંતકથા અનુસારમૃત્યુનાં દેવ યમરાજ એક વખત તેની બહેન યમુનાની મુલાકાત લેવા ગયાંયમુનાએ તેના ભાઈનું આરતી સાથે ભવ્ય સ્વાગત કર્યું અને યમરાજના માથા પર તિલક લગાવ્યુંઉપરાંત યમુનાએ યમરાજને મીઠાઈઓ અને ભેટો પણ પ્રદાન કરીયમરાજે તેને એક વરદાન આપ્યું કે જે પોતાની બહેન સાથે ભાઈબીજ ઉજવશે અને પવિત્ર નદીમાં સ્નાન કરશે તે નરકમાં જશે નહીં.

બંગાળમાં  તહેવાર ‘ભાઈફોટાં‘ તરીકે ઉજવવામાં આવે છેજેમાં બહેન ખાસ મંત્રોના જાપ સાથે ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને પછી મીઠાઈઓ અને પાણી અર્પણ કરે છે તેના બદલામાં ભાઈ બહેનને ભેટ આપે છે.

ભાઇબીજની તમને તથા તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ

Also Read : જુનાગઢ માં વરસાદ એટલે કુદરતને માણવાનો ઉત્સવ