Junagadh News : જૂનાગઢ નેત્રમ શાખાએ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઘટનાનો ભેદ ઉકેલવામાં સતત નવમી વખત પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોલીસનું ગૌરવ વધાર્યું.

Junagadh News : જૂનાગઢ નેત્રમ શાખાએ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઘટનાનો ભેદ ઉકેલવામાં સતત નવમી વખત પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોલીસનું ગૌરવ વધાર્યું.
  • ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉચ્ચ કામગીરી કરનાર જિલ્લાને દર ત્રણ મહિને એવોર્ડથી નવાજવામાં આવે છે.
  • રાજ્યના પોલીસ વડાની કચેરી મારફતે વિવિધ જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરીની દરખાસ્ત મેળવી અને કમિટી દ્વારા વિજેતાના નામ નક્કી કરી તેમને ગુજરાત રાજ્યના ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે સન્માનપત્ર અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
  • જૂનાગઢ વિભાગના ડી.આઈ.જી. નિલેશ જાજડીયા તથા જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી પ્રજાને કોઈ અહિત ન થાય તેને ધ્યાનમાં રાખી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સમર્થન આપ્યું છે.
  • ગુજરાત રાજ્યના ડી.જી.પી. ની કચેરી ખાતે વર્ષ 2023 ક્વાર્ટર-2 (તા.1 એપ્રિલ 2023 થી તા.30 જૂન 2023 સુધી) સીસીટીવી કેમેરાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી કેસ હલ કરવામાં મળેલી સફળતાનું અવલોકન કરવામાં આવ્યું હતું.
  • અવલોકન કર્યા બાદ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને ઘટનાનો ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત નવમી વખત પ્રથમ ક્રમાંક તેમજ ગુજરાત રાજ્યના માર્ગ સુરક્ષા કેટેગરીમાં ત્રીજી વખત દ્વિતીય નંબર આપવામાં આવેલ હતો.
  • ગાંધીનગર ખાતે ડી.જી.પી. વિકાસ સહાય સાહેબ દ્વારા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ. મશરૂ અને ટીમના પોલીસ કોન્સ.ને 14મી વખત એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.
  • જૂનાગઢ નેત્રમ શાખાએ 9 વખત પ્રથમ ક્રમાંક મેળવેલ છે. તેમજ 3 વખત ઈ-ચલણની કેટેગરીમાં નંબર પ્રાપ્ત કરી જૂનાગઢ પોલીસનું ગૌરવ વધાર્યું છે.
  • જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે,ઉપરાંત સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાનું 24*7 મોનીટરીંગ કરી ડીટેકશન અને ક્રાઇમ એનાલીસીસ તેમજ ઈ-ચલણની કામગીરી હાથ ધરવામાં આવે છે.
  • જૂનાગઢ નેત્રમ શાખાની ટીમને અગાઉ પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આમ,જૂનાગઢ નેત્રમ શાખાની ટીમને ડી.જી.પી. દ્વારા માત્ર 2.5 વર્ષના અંતરે જ ઉત્કૃષ્ટ કામગીરી બદલ 14-14 વખત શ્રેષ્ઠ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • જૂનાગઢ પોલીસનું ગૌરવ વધારતાં; જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ નેત્રમ શાખાની રૂબરૂ મુલાકાત લઈ તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં અને વધારે ઉત્કૃષ્ટ કાર્ય કરવા પ્રોત્સાહન આપ્યું હતું.