Madhavpur : માધવપુરનો ઐતિહાસીક મહત્વ ધરાવતો લોકમેળો અને ઐતિહાસીક અત્તિ મહત્વ ધરાવતું આ એ જ ગામ છે. જ્યાં ભગવાન ક્રુષ્ણએ રૂકમણી સાથે વીવાહ કર્યા હતાં એ જ માધુપુર જ્યાં બંધાયો માધવ પૂરનો માડવો અને આવી રૂડી જાદવ કુળની જાન.. આ મેળો ચૈત્ર માસમાં રામનવમીથી આ મેળાની શરૂઆત થાય છે. આ મેળો 14 એપ્રિલથી શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે આ મેળા વિષે જાણીએ. Madhavpur Lokmelo
૧ર મી સદીનું અતિ પ્રાચીન મંદિર દરિયા કિનારે આજે અડીખમ ઉભું છે, અને અહી મહાપ્રભુજીની બેઠક પણ મધુવનમાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણના પગલા પણ મંદિરમાં બિરાજમાન છે. એ જગ્યા આજે પણ ત્યાં છે જ્યાં દ્વારકાનાંનાથે રાણી રૂક્ષ્મણી સાથે અગ્નિની સાક્ષિમાં સાતફેરા ફર્યા હતા એ લગ્નની કલ્પના આજે પણ કરાવી જાય છે.
દર વર્ષે ચૈત્ર સુદ ૯ થી ૧૩ સુધી પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઇ જાય છે. શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીનાના લગ્નનની વાતો હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલું માધવપુર ઐતિહાસીક નગર છે.
સાડા ત્રણ હજાર વર્ષ પછીયે લોકોનાં હૈયામાં ધબકી રહેલા ભગવાન શ્રી કૃષ્ણ અરબી સમુદ્રના કાઠે માધવરાયજીરૂપે મંદિરમાં બિરાજે છે. જ્યાં સાગર પણ અહર્નિશ એમના પગ પપાળે છે.
સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં માધવપુર મેળાનું મહત્વ વધારે છે
ત્રણ મુખ્યનદીઑ વહે છે ભાદર ડેમ,ઓઝત અને મધુવંતી આ ત્રણેયનું સંગમ સ્થાન માધવપુર છે.
લોકોના હૃદયના હૈયે પણ ગવાય છે કે, ‘ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી એ ગૌદાન, તેથી અધિક મધુવંતી, જયાં પરણ્યા શ્રી ભગવાન‘. આ મેળા અંગે ‘માધવપુરનો માંડવો, જાદવકુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી શ્રી માધવરાય ભગવાન’ કહેવત પ્રચલિત છે
ભગવાન શ્રી ક્રુષ્ણ અને રૂક્ષ્મમણિના વિવાહ……
ગોપાલજીનું ફુલેકું
ભગવાન શ્રીરામના પ્રાગટય દિન રામનવમીના પવિત્ર દિવસે મંડપારોપણ થાય છે. ભગવાન શ્રી માધવરાયજી, ત્રીકમરાયજીના મંદિરથી પહેલાં ફુલેકાનો પ્રારંભ રાત્રી નવ કલાકે થઇ છે ચૈત્ર સુદ દસમ
તથા અગિયારસના દિવસે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે. આ ફુલેકામાં રોજ રાત્રિના સમયે ભગવાને માધવપૂરની ગલીઑ માથી ભગવાન વરરાજા સ્વરૂપનિકડે છે, આ ફુલેકા માં રોશનીઑ રાસ ગરબા અને વિવિધ કાર્યક્મ યોજવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના વિવાહનો દિવસ
ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સ્વ તરીકે ઉજવાય છે. જેમાં માધવપુર ઘેડની નજીકના કડછી ગામના કડછા મહેર ધર્મના ઝંડા સાથે શણગારેલા ઊંટ અને ઘોડા પર સવાર થઇને રૂક્ષ્મણીનું મામેરું લઇ આવે છે. માવતર પક્ષ દ્વારા રૂક્ષ્મણી મઠથી બપોરે ૧ર કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે. ત્યારબાદ સાંજના ચાર કલાકે નીજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણનું જાનનું પ્રયાણ થાય છે. માવતર પક્ષ દ્વારા જાનનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન વરરાજા બનીને આજે રાણી રૂક્ક્ષ્મનીને પરણવા આવ્યા છે. સમાજમાં થતી લગ્ન વિધી મુજબ કન્યાદાન દેવાય છે મંગળ ફેરા કરે છે. શાસ્ત્રોકતવિધી અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથીથી જોડાય છે લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેચવામાં આવે છે.
ભગવાનની જાનનું પ્રસ્થાન…
તેરસના દિવસે કરૂણ વિદાયનો પ્રસંગ આવે છે. ત્યારબાદ જાન રૂપેણવન થી પ્રસ્થાનકરે છે અને નિજ મંદિરે પોહચે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવે છે.ભગવાન નિજ મંદિરમાં બિરાજે છે. આમ તે દીવસે મધવપૂરનો મેળો પૂર્ણાહુતિ થાય છે.
#TeamAapduJunagadh
Also Read : Adi Kadi Vav Uparkot : અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!