ગુજરાત પરથી ટળી વાયુ ની આફત! પ્રજા, સુરક્ષાકર્મીઓ અને સરકારે કઇંક આ પ્રકારે પૂર પહેલા પાળ બાંધી દીધી!

વાયુ

વાયુ : અરબી સમુદ્રમાંથી 180 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલું વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે વિનાશ વેતરવાની તૈયારીમાં હતું પણ સદનસીલે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે. દિશા બદલાતા હવે ગુજરાત પરથી મોટી ઘાત ટળી છે. સવારે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, ગુજરાત પર કોઈ સંકટ નથી. એલર્ટ હટાવી લેવાયું છે રાહત કેમ્પોમાંથી લોકોને પુ:ન ઘેર જવા છૂટ આપવામાં આવી રહી છે. સરકારે અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવવા પણ જાહેરાત કરી છે.

વાયુ

ગુજરાત પર આવનારી આ સંભવિત “વાયુ” વાવાઝોડા નામની આફત પહેલા ગુજરાત સરકારે પૂર પહેલા જ પાળ બાંધવાનો પ્રયત્ન કયો હતો. એનડીઆરએફ, એસડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રેસ્ક્યુ ટીમો હજુયે દરિયાકાંઠાના વિસ્તારોમાં જ તૈનાત રાખવામાં આવશે. હજુ બે દિવસ સુધી તંત્રને સજ્જ રાખવામાં આવશે. વાવાઝોડાથી તો ગુજરાતને રાહત મળી છે, પરંતુ ફરી એક નવી મુસીબત ઉભી થઇ છે. વાયુ વાવાઝોડાની અસરને કારણે ચોમાસુ પાછળ ઠેલાયું છે. દરિયામાં હવે ફરી સિસ્ટમ સક્રિય થશે ત્યારે વરસાદ પડવાની શક્યતા છે. આ જોતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને લીધે દરિયાનાં આક્રમક બનેલાં મોજાંઓને કારણે વેરાવળના કેટલાક વિસ્તારમાં 40-45 બોટને નુકસાન થયું છે. દરિયાકાંઠેથી હવે નવ નંબરનું સિગ્નલ હટાવીને બે નંબરનું કરી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરાયેલા લોકોને પરત તેના ઘરે જવા માટે છૂટ આપવામાં આવી છે. બીજી બાજુ ગાંધીનગરથી આવેલા અધિકારીઓને પોતાની ફરજ પર પરત બોલાવી લેવામાં આવ્યા છે.

વાયુ

અસરગ્રસ્ત લોકોની સુરક્ષા માટે NDRF અને આર્મીના જવાનો સતત કાર્યશીલ રહ્યા છે અને હજુ જ્યાં સુધી ખતરો પૂરી રીતે ટળી ન જાય ત્યાં સુધી ખડેપગે રાખવામા આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 2 લાક જેટલા લોકોનું સ્થળાંતર સુરક્ષિત જગ્યાએ કરવામાં આવ્યું હતું. જેમના માટે 2,280 શેલ્ટર હોમ્સ બનાવવામાં આવ્યા છે. સ્થળાંતરીત થયેલા લોકો માતે ફૂડ પેકેટ્સ મોકલવા માટે અનેક સંસ્થાઓ અને મંડળોએ નોંધનીય ફાળો અને સેવા આપી છે. છેલ્લા 21 વર્ષ બાદ આવેલા આ વાવાઝોડાને પગલે ગુજરાત રાજ્યએ ખરી સંગઠનશક્તિ દાખવી છે.

વાયુ

આવતીકાલથી પોર્ટ એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે, તેમજ એસટી સાહિતની સેવા ફરી કાર્યરત કરાશે. આવતીકાલથી શાળા-કોલેજોને પણ રાબેતા મુજબ શરૂ કરાશે. આ ઉપરાંત 144 જેટલા ગામડામાં વીજળીની સમસ્યા આજ રાત સુધીમાં હલ કરાશે તેવી તકેદારી સરકાર દ્વારા લેવામાં આવી છે.
વાયુ

આવેલા “વાયુ” વાવાઝોડાએ તમામ ભેજ શોષી લીધો છે, જેથી  હવે સમુદ્રમાં નવી સિસ્ટમ કાર્યરત થયા બાદ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. “વાયુ”ને કારણે ચોમાસુ પંદર દિવસ મોડું આવે તેવી શક્યતાઑ પણ સેવાઇ રહી છે. બીજીબાજુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

https://www.facebook.com/aapdujunagadh/videos/2538117849532738/?__tn__=%2Cd%2CP-R&eid=ARDNRtWsIMjDHdjun-eaFt5WCzx7t9W0ugMm_DypBTc7rFKTP79rkKDCusT64euqO9F148ayBiZ0Bodo

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જે સાથે રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં ગઇકાલે રાત્રિના પડેલા ભારે વરસાદને લઈને માર્કેટિંગ યાર્ડમાં પાણી ફરી વળ્યાં છે. જેથી ચણા, ધાણા, તુવેરનો જથ્થો પાણીમાં પલળી ગયો હોવાથી લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.

વાયુ

જૂનાગઢ જીલ્લામાં તા.14મી જૂનના રોજ સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદનું પ્રમાણ:    ભેંસાણ- 43 મીમી, જૂનાગઢ- 30 મીમી, કેશોદ- 24 મીમી, માળીયા- 18 મીમી, મેંદરડા- 40 મીમી, માંગરોળ- 45 મીમી, વિસાવદર- 25 મીમી, વંથલી- 35 મીમી, માણાવદર – 46 મીમી

https://www.facebook.com/aapdujunagadh/videos/468849467235468/?__tn__=%2Cd%2CP-R&eid=ARDNRtWsIMjDHdjun-eaFt5WCzx7t9W0ugMm_DypBTc7rFKTP79rkKDCusT64euqO9F148ayBiZ0Bodo

Also Read :